IPL: ધોનીએ સિક્સ ફટકારીને જીતાડી મેચ

હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી ‘OUT’

ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 6 વિકેટે પરાજય આપીને પોતાનો વિજય રથ જારી રાખ્યો છે. આ જીત સાથે જ ચેન્નઈએ પ્લેઓફમાં જગ્યા નિશ્ચિત કરી લીધી છે. 11 મેચોમાં ચેન્નાઈ એ 18 અંક પ્રાપ્ત કર્યા છે. અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમાંકે છે. હૈદરાબાદની ટીમના 10 મેચમાંથી માત્ર 4 પોઇન્ટ છે.વાસ્તવિકતા પ્રમાણે ટીમ અંતિમ 4 સુધી પહોંચવાની સ્પર્ધામાંથી લગભગ બહાર છે.

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ માટે ઉતરેલ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 134 રન કર્યાં હતા. જેના જવાબમાં ચેન્નઈની ટીમે 19.4 ઓવરમાં 139 રન બનાવીને મેચ 6 વિકેટથી જીતી લીધી હતી. અને ધોનીએ પોતાની સ્ટાઈલમાં સિક્સ ફટકારીને ચેન્નઈની ટીમને જીત અપાવી હતી. આમ ચેન્નઈ હૈદરાબાદને હરાવીને પ્લે ઓફમાં પહોંચનાર પહેલી ટીમ બની ગઈ છે.

135 રનોનો પીછો કરવા માટે ઉતરેલી ચેન્નઈની ટીમે ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે શાનદાર શરૂઆત અપાવી હતી. ગાયકવાડે 38 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. જ્યારે ફાફ ડુ પ્લેસિસે 36 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. જે બાદ મોઈન અલીએ 17 રન તો રૈનાએ આજે પણ નિરાશજનક પ્રદર્શન કરતાં 2 રન જ બનાવ્યા હતા. જો કે, અંબાતિ રાયડુ અને ધોનીએ ઈનિંગને સંભાળી હતી. અને ધોનીએ સિક્સ ફટકારીને પોતાની સ્ટાઈલમાં મેચ જીતાડતાં ફેન્સ ખુશખુશાલ થઈ ગયા હતા. રાયડુએ 13 બોલમાં 17 રન તો ધોનીએ 11 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 14 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે 3 વિકેટ ઝડપી હતી.

આ ટુર્નામેન્ટમાં 9 જીતની સાથે ચેન્નઈના પોઈન્ટ ટેબલ પર 18 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. અને પ્લે ઓફ માટે ક્વોલિફાય થનાર તે પહેલી ટીમ બની ચૂકી છે. જો કે, 2020માં ચેન્નઈની ટીમ ક્વોલિફાય પણ કરી શકી ન હતી. પણ આ સિઝનમાં ધોનીની ટીમે શાનદાર કમબેક કરીને આજે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલ પર સૌથી નીચેના સ્થાને છે. હૈદરાબાદને 11 મેચોમાંથી 9 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે, અને હવે બાકીની 3 મેચો તે લાજ બચાવવા માટે રમશે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી