IPL : હૈદરાબાદે જીતનો સ્વાદ ચાખ્યો

સતત પાંચ હાર બાદ હૈદરાબાદે રાજસ્થાને હરાવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) રાજસ્થાન રોયલ્સ (RR)ને સાત વિકેટથી હરાવ્યું આ સાથે જ હૈદરાબાદે જીતનો સ્વાદ ચાખ્યો હતો. દુબાઈમાં રમાયેલી આ મેચમાં રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 20 ઓરમાં 5 વિકેટના નુકશાન 164 રન કર્યા હતા. સનરાઇઝર્સે 165 રનનો લક્ષ્ય 18.3 ઓવરમાં 3 વિકેટના નુકશાને હાંસલ કર્યો.

રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 165 રનનો લક્ષ્ય આપ્યો હતો. હૈદરાબાદ તરફથી ડેબ્યૂ કરનાર જેસન રોયે શાનદાર રમત રમી હતી. તેણે ટીમના સ્કોર બોર્ડમાં 60 રનનો મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો. ઉપરાંત કેપ્ટન કેન વિલિયમસને પણ આજે કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી. તેણે અણનમ 51 રન કર્યા અને ટીમને જીત અપાવી.

રાજસ્થાન રોયલ્સ તરફથી મુસ્તફઝીર રહેમાન, મહિપાલ લોમર અને ચેતન સાકરિયાએ 1-1 વિકેટ ઝડપી હતી.

રાજસ્થાન રોયલ્સની શરૂઆથ ખરાબ રહી હતી. ઓપનર બેટ્સમેન લુઇસ 6 રન કરી આઉટ થયો હતો. ત્યારબાદ શસ્વી જયસ્વાલ અને સંજૂ સેમસને ટીમ માટે પીચ પર ઉભા રહ્યા હતા. બંને વચ્ચે 56 રનની પાર્ટનરશિપ થઈ હતી. 23 બોલમાં 36 રન કર્યા પછી જયસ્વાલ આઉટ થયો હતો. સંજુ સેમસને શાનદાર બેટિંગ કરતા સતત બીજી અડધી સદી ફટકારી હતી. RR કેપ્ટને 57 બોલમાં 82 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

 14 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી