IPL : અય્યર અને ત્રિપાઠીની તોફાની બેટિંગ

મુંબઈને હરાવી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી

કોલકત્તા નાઇટ રાઇડર્સે અબુધાબીના સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે પરાજય આપી સતત બીજી જીત મેળવી છે. કોલકત્તાની આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ઉલટફેર થઈ ગાઈછે. કોલકત્તા ચોથી જીત સાથે ટોપ-4માં પહોંચી ગઈ છે. જ્યારે મુંબઈની ટીમ નીચે આવી ગઈ છે. કોલકત્તાએ નવ મેચમાં ચોથી જીત મેળવી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાએ 15.1 ઓવરમાં 3 વિકેટે 159 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.

કોલકત્તા નાઇટ રાઇડર્સે યુવા બેટ્સમેન વેંકટેશ અય્યર અને શુભમન ગિલ સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. શુભમન ગિલ 13 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. કોલકત્તાએ સારી શરૂઆત કરતા પાવરપ્લેમાં 1 વિકેટે 63 રન બનાવ્યા હતા.

ગત મેચમાં આઈપીએલમાં પર્દાપણ કરી પોતાની બેટિંગથી પ્રભાવિત કરનાર યુવા બેટ્સમેન વેંકટેશ અય્યરે મુંબઈ સામે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. વેંકટેશે પહેલા ગિલ સાથે 40 રનની ભાગીદારી કરી હતી. આ યુવા બેટ્સમેને આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારતા 53 રન બનાવ્યા હતા. અય્યરે 30 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. વેંકટેશ અને રાહુલ ત્રિપાઠી વચ્ચે બીજી વિકેટ માટે 88 રનની ભાગીદારી થઈ હતી.

રાહુલ ત્રિપાઠીએ પણ દમદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્રિપાઠી 42 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 74 રન બનાવી અણનમ રહ્યો હતો. નીતિશ રાણા 5 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. ઇયોન મોર્ગને સાત રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ત્રણેય વિકેટ બુમરાહે ઝડપી હતી.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી