સનરાઈઝ અને કિંગ્સ ઇલેવન વચ્ચે આજે ટક્કર

આજે સનરાઈઝર્સ હૈદરાબાદ જીતના જુસ્સા સાથે મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમવા ઉતરશે. ભુવનેશ્વર અને અશ્વિનની ટીમો વચ્ચેના મુકાબલામાં બંનેને બેટસમેનોના દેખાવમાં સુધારાની આશા છે.

અશ્વિનની પંજાબની ટીમ ચેન્નાઈ સામેના આખરી મુકાબલામાં કંગાળ બેટીંગને કારણે હારી હતી. જ્યારે હૈદરાબાદ તો મુંબઈ સામે માત્ર ૧૩૭ના ટાર્ગેટ સામે ૯૬માં ખખડી ગયું હતુ. સનરાઈઝ હૈદરાબાદની ટીમ પોઇન્ટ ટેબલમાં હાલ બીજા સ્થાને છે.

પાંચ મેચોમાં ત્રણ જીત અને બે હાર સાથે તે બીજા સ્થાને છે જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ પાંચ મેચોમાં ત્રણ જીત અને બે હાર સાથે આગળ વધી રહી છે. બંને ટીમો વચ્ચે મેચ ખુબ જ રોમાંચક બની શકે છે. આ મેચનું પ્રસારણ આઠ વાગ્યાથી કરવામાં આવશે.

 36 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર