IPL પાર્ટ – 2 : ‘ક્રિકેટ કાર્નિવલ’નો પ્રારંભ

આજે સાંજે મુંબઈ ઈન્ડિયન્સ Vs ચેન્નઈ સુપર કિંગ્સ ટકરાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ૧૪મી સિઝનમાં કોરોનાની બીજી લહેર મચાવેલા હાહાકારને પગલે સ્થગિત કરવામાં આવી હતી. આઇપીએલની બાકી રહેલી ૩૧ મેચોનો આજથી યુએઈમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના આજે સાંજે ૭.૩૦ વાગ્યાથી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલાથી આઇપીએલ-૧૪ રિસ્ટાર્ટ થવા જઈ રહી છે.

પોઈન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સની ટીમ હાલ ટોચ પર છે. તેઓ આઠમાંથી છ મેચ જીતી ચૂક્યા છે અને બે હાર્યા છે. તેમના ૧૨ પોઈન્ટ્સ છે. જ્યારે ચેન્નાઈ અને બેંગ્લોરની ટીમો ૧૦-૧૦ પોઈન્ટ્સ સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઠ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. હાલ તો આ ચાર ટીમો પ્લે ઓફમા પ્રવેશવાની નજીક છે. જે પછી રાજસ્થાન અને પંજાબ ૬-૬ પોઈન્ટ સાથે પાંચમા અને છઠ્ઠા તેમજ કોલકાતા ચાર પોઈન્ટ સાથે સાતમા તેમજ હૈદરાબાદ બે પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે.

દિલ્હી અને પંજાબને બાદ કરતાં તમામ ટીમોની અડધો-અડધ એટલે કે સાત-સાત મેચો બાકી છે. જેના કારણે પોઈન્ટ ટેબલમાં મોટા પરિવર્તન જોવા મળી શકે છે. વધુમાં કોરોનાના કારણે આઇપીએલ -૧૪માં બ્રેક પડયો હતો. જેના કારણે ટુર્નામેન્ટ જાણે નવેસરથી શરૃ થઈ રહી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવે જો હૈદરાબાદની ટીમ તેની બાકીની તમામ મેચો જીતી લે તો પણ તે પાસુ પલ્ટી નાંખતા પ્લે ઓફમાં પ્રવેશ હાંસલ કરી શકે છે.

 18 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી