IPL : ઋતુરાજ ગાયકવાડે Orange Cap જીતી રચ્યો ઈતિહાસ

ગુજરાતના આ બોલરને મળી પર્પલ કેપ

ઈન્ડીયન પ્રીમયર લીગ( IPL) સમાપ્ત થઈ ગઈ છે. ગઈકાલે દશેરાના દિવસે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને હરાવીને ચોથી વખત ખિતાબ જીત્યો. અંતિમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ એ પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં કોલકાતાની ટીમ નિર્ધારિત 20 માં 9 વિકેટ ગુમાવીને માત્ર 165 રન બનાવી શકી હતી. ચેન્નાઈની જીતનો હીરો ફાફ ડુ પ્લેસિસ હતો, જેણે ચેન્નઈને મોટા સ્કોર સુધી લઈ જવા માટે અણનમ 86 રનની ઈનિંગ રમી હતી. ડુ પ્લેસિસ સિવાય ચેન્નઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડે 32 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય રોબિન ઉથપ્પાએ 15 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુરે 3, જોશ હેઝલવુડ, રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ, દીપક ચાહર અને ડ્વેન બ્રેબોએ એક-એક વિકેટ લીધી હતી

સમગ્ર સીઝનના પુરસ્કારો (IPL 2021 સીઝન પુરસ્કારો)

  • ઓરેન્જ કેપ – રુતુરાજ ગાયકવાડ, CSK (10 લાખ રૂપિયા)
  • પર્પલ કેપ – હર્ષલ પટેલ, RCB (10 લાખ રૂપિયા)
  • અમેઝીંગ પ્લેયર ઓફ ધ યર – રૂતુરાજ ગાયકવાડ, CSK (10 લાખ રૂપિયા)
  • ફેરપ્લે એવોર્ડ – રાજસ્થાન રોયલ્સ (10 લાખ રૂપિયા)
  • સીઝનનો પરફેક્ટ કેચ – રવિ બિશ્નોઈ, PBKS (10 લાખ રૂપિયા)
  • સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન – શિમરોન હેટમાયર, ડીસી (10 લાખ રૂપિયા)
  • સિઝનના ગેમચેન્જર – હર્ષલ પટેલ, RCB (10 લાખ રૂપિયા)
  • ક્રેક ઇટ સિક્સન સિક્સ – કેએલ રાહુલ (10 લાખ રૂપિયા)
  • પાવર પ્લેયર ઓફ ધ સિઝન – વેંકટેશ અય્યર (10 લાખ રૂપિયા)
  • મોસ્ટ વેલ્યુએલ અસેટ ઓફ ધ મેચ સીઝન – હર્ષલ પટેલ (10 લાખ રૂપિયા)
  • રનર અપ – કોલકાતા નાઈટ રાઈડર્સ (રૂ. 12.5 કરોડ)
  • વિજેતા – ચેન્નઈ સુપર કિંગ્સ

સૌથી વધુ કોણે સિક્સ-ફોર મારી

આઈપીએલ 2021માં સૌથી વધુ સિક્સ પંજાબ કિંગ્સ ઈલેવનના કેપ્ટન અને બેટ્સમેન કેએલ રાહુલે મારી હતી. તેણે 13 મેચમાં 30 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બીજા ક્રમે રહેલા ફાફ ડુપ્લેસી અને ઋતુરાજ ગાયકવાડે 23-23 છગ્ગા માર્યા હતા. ઓરેંજ કેપ હોલ્ડર ઋતુરાજ ગાયકવાડે સીઝનમાં સૌથી વધુ ફોર મારી હતી. તેણે 16 મેચમાં 64 ચોગ્ગા માર્યા હતા. જ્યારે બીજા ક્રમે રહેલા દિલ્હી કેપિટલ્સના શિખર ધવને 63 ચોગ્ગા માર્યા હતા.

 54 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી