IPL : બે નવી ટીમો ટૂંક સમયમાં થશે જાહેર, આ ત્રણમાંથી કોઈ 2 ટીમોને મળશે સ્થાન

અદાણી ગ્રુપ અને માન્ચેસ્ટર યુનાઇટેડ રેસમાં આગળ…

T-20 વર્લ્ડ કપના કાર્નિવલ વચ્ચે ફરીથી IPLએક વખત ફરીથી ચર્ચામાં આવી છે. નોંઘનીય છે કે, આઈપીએલ કુલ 10 ટીમો ભાગ લેવાની છે જેને પગલે આજે સોમવારે બે નવી ટીમો માટે હરાજી થવા જઇ રહી છે. થોડીકવારમાં દુબઇમાં આ હરાજી બોલાશે. એવામાં દરેક કોઇની નજર આ નવી ટીમો કંઇ હશે તેના પર રહેશે.

બીસીસીઆઈ અને આઈપીએલના તમામ અધિકારીઓ દુબઈમાં હાજર છે, તમામ બિડિંગ જૂથો અને કંપનીઓ પણ અહીં છે. એવું માનવામાં આવે છે કે અમદાવાદ, લખનૌ અથવા ઇન્દોરમાંથી બે નવી ટીમોની પસંદગી થશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

અહેવાલો અનુસાર સૌથી મોટી બોલી માન્ચેસ્ટર યુનાઇટેડદ્વારા કરવામાં આવી છે. જોકે હજુ સુધી બીસીસીઆઇ દ્વારા કેટલીક ફાઈનલ કરવામાં આવી નથી. આઇપીએલની નવી ટીમોના નામની જાહેરાત સોમવારે મોડી સાંજ સુધીમાં અથવા મંગળવારે થવાની સંભાવના છે.

અમદાવાદ અને લખનઉ જેવી ટીમોને આ વખતે આઇપીએલમાં સ્થાન મળવાની સંભાવના છે. બંને શહેરોના પોતાના સ્ટેડિયમ છે અને આઇપીએલમાં આ ક્ષેત્રમાં વધુ ફેન ફોલોઇંગ છે, તેથી બધી બાબતોને જોતા તેમની સંભાવના વધી રહી છે.

IPLની બે નવી ટીમો ખરીદવા માટે કેટલાંય નામ સામે આવ્યા છે. RPSGના સંજીવ ગોયેન્કા, માન્ચેસ્ટ યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલી, નવીન જિંદાલ, અદાણી ગ્રૂપ, સીવીસી પાર્ટનર, ગ્રૂપ-એમ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિત કેટલાંય નવા નામ ટીમોને ખરીદવાની રેસમાં છે.

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી