સનદી અધિકારીઓ બાદ હવે પોલીસ કમિશ્નરની બદલીઓનો તખ્તો તૈયાર..!

IPS અજય તોમર બની શકે છે અમદાવાદના પોલીસ કમિશ્નર

રાજ્યમાં IPSની બદલી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, 3 મહાનગરોના પોલીસ કમિશ્નરોના ટ્રાન્સફરના એંધાણ જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ અને સુરત પોલીસ કમિશ્નર અજય તોમરની બદલી થઇ શકે છે.

IPS અજય તોમરને અમદાવાદ પોલીસ કમિશ્નરનો હવાલો સોંપાઈ શકે છે. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને સુરતનો હવાલો સોંપાઈ શકે છે જ્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને ACB ના ડાયરેક્ટર બનાવાય તેવી સંભાવના છે.

રાજકોટ પોલીસ કમિશ્નર માટે 5 નામ રેસમાં છે. જેમાં રાજુ ભાર્ગવ, રાજકુમાર પાંડિયન, નીરજા ગોટરૂ, કે એલ એન રાવ, નરસિમ્હા કોમરના નામ રેસમાં છે. વર્ષ 2017 બેચના 6 પ્રોબેશનરી આઈપીએસને જીલ્લા પોલીસ વડા તરીકે નિમણૂંક આપવામાં આવશે. ગાંધીનગર, ગોધરા, દાહોદ, અમરેલી સહિત 17 જિલ્લાના પોલીસ વડાની બદલી થશે. વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાંચ ડીસીપીની પણ બદલી થશે. અમદાવાદ ટ્રાફિક ડીસીપીની બદલી થશે. વડોદરા શહેરના 1 ડીસીપી તેમજ સૌરાષ્ટ્ર ઝોનના 1 જીલ્લા પોલીસ વડાની ચોક્કસ કારણોસર બદલી થશે.

 74 ,  1