September 28, 2020
September 28, 2020

કોરોનાના ભરડામાં સુરતના વધુ એક IPS હરીકૃષ્ણ પટેલ પણ લપેટાયા

IPS હરેકૃષ્ણ પટેલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ આઈસોલેટ કર્યા 

સુરત કોરોનાના ભરડા ની લપેટમાં આવી ગયું છે, ત્યારે સુરત શહેર માં કામ કરતા આઇપીએસ અધિકારી પણ બાકાત રહ્યા નથી. સુરત ના બે આઇપીએસ અધિકારીઓ ને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ IG કક્ષા ના વધુ એક અધિકારી હરિકૃષ્ણ પટેલ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

સુરત શહેરમાં પ્રોબેશનલ IPS સુશિલ અગ્રવાલ બંદોબસ્તમાં આવ્યા હતા ત્યારે તેમનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સુરતના મહિલા ડીસીપી વીધી ચૌધરીનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સુરતના વધુ એક IPS આઈજી હરિકૃષ્ણ પટેલનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે.

ગુજરાતના વધુ એક સિનિયર IPS અધિકારી આઈજી હરિકૃષ્ણ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આઈજી હરિકૃષ્ણ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર લેવાના બદલે તેઓ હોમ કોરોન્ટાઈન થયા છે અને ઘરમાં જ તેમની સારવાર ચાલી રહી છે.
ગુજરાતના વધુ એક IPS અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરત શહેરમાં સતત ત્રીજા IPS અધિકારી કોરોનાથી સંક્રમિત થવાના કારણે પોઝિટિવ થયા છે. સુરત શહેરમાં કોરોનાના કેસો વધવાના કારણે સુરતના ઘણા મોટા વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ કન્ટેન્મેન્ટ ઝોનની સુપરવિઝનની જવાબદારી આઈજી હરિકૃષ્ણ પટેલને સોંપવામાં આવી હતી અને સતત આ વિસ્તારમાં કામ કરવાના કારણે તેઓ સંક્રમિત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આઈજી હરિકૃષ્ણ પટેલને કોરોના પોઝિટિવ હોવાના લક્ષણો દેખાયા હતા તેના કારણે જ તેમણે રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ આજે પોઝિટિવ આવતા તેઓ હોમ કોરોન્ટાઈન થયા છે. ગુજરાતમાં હાલમાં કોરોનાની સ્થિતિ ખુબ જ વિસ્ફોટક છે અને સૌથી વધુ કોરોનાના કેસો સુરત શહેરમાંથી સામે આવી રહ્યા હોવાથી સુરતની મોટા ભાગની હોસ્પિટલો કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાઈ રહી છે, ત્યારે આઈજી હરિકૃષ્ણ પટેલે સુરતની કોઈ ખાનગી કે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાના બદલે પોતાના ઘરે જ હોમ કોરોન્ટાઈન થઈ ગયા છે.

 129 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર