ઇરાક: કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 50 લોકોનાં મોત, 67 ઘાયલ

ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં દુર્ઘટના ઘટી હોવાની સંભાવના

ઈરાકની રાજધાની બગદાદની એક હોસ્પિટલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 50 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 67થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હોસ્પિટલના કોરોનાવોર્ડમાં આ આગ લાગી છે. જોકે, આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બીજી બાજુ પ્રધાનમંત્રી મુસ્તફા અલ કદીમીએ વરિષ્ઠ મંત્રીઓ સાથે તાત્કાલિક બેઠક કરી છે અને નાસિરિયામાં સ્વાસ્થ્ય અને નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવા અને દોષિતોની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે.

આરોગ્ય અધિકારીના જણાવ્યાં મુજબ ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટના પગલે આગનું કારણ ગણાવાઈ રહ્યું છે. હોસ્પિટલમાં ફક્ત ત્રણ મહિના પહેલા જ નવો કોરોના વોર્ડ શરૂ કરાયો હતો. જેમાં 70 બેડની વ્યવસ્થા કરાઈ હતી.

દક્ષિણ બગદાદની અલ હુસૈન ટિચિંગ હોસ્પિટલમાં આ અકસ્માત થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના લોકોના મોત આગમાં દાઝી જવાથી થયા છે. આ સાથે જ જે લોકો ઈજાગ્રસ્ત છે તેમની પણ હાલાત ગંભીર કહેવાઈ રહી છે.

 14 ,  1