શું એપલ છે ભરોસેમંદ….? ચૂકવવા પડશે કરોડો રૂપિયા…!

યુનિવર્સીટીની વિદ્યાર્થીનીના નગ્ન ફોટા અને વીડિયો ફોનમાંથી લઇ અપલોડ કર્યા


દુનિયાના સૌથી મોંઘા ફોન એવા ‘એપલ’ કંપની વિવાદમાં ફસાઈ છે .એપલના કેલિફોર્નિયા સ્થિત સ્ટોરમાં રીપેરીંગ માટે આવેલા આઈફોનમાંથી બે ટેક્નિશિયનએ યુનિવર્સીટીની વિદ્યાર્થીનીના નગ્ન ફોટા અને વીડિયો ફોનમાંથી લઈને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેતા, વિવાદ સર્જાયો હતો.

મળતા અહેવાલ મુજબ, ફેસબુક પર આ યુવતીના ફોટા અને વીડિયો એ રીતે અપલોડ કરવામાં આવ્યા હતા, જે જોઈને કોઈપણ વ્યક્તિ એમ જ સમજે કે યુવતીએ જાતે જ પોતાની મરજીથી આ ફોટા અપલોડ કર્યા છે. આ બાબતે આ યુવતીના ફ્રેન્ડ્સે તેને માહિતી આપતા, યુવતીએ આ ફોટા ડીલીટ કર્યા હતા.

આ ઉપરાંત , એપલ સામે સવાલ ઊભા કરનારી વિદ્યાર્થીનીની સાથે એપલ બ્રાન્ડે સેટલમેન્ટ કર્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ સેટલમેન્ટ કેટલા ડોલરમાં કરવામાં આવ્યું છે, એ બાબત હજુ સુધી સામે આવી નથી,પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, આ ડીલ લગભગ $ 5 મિલિયન ડોલરમાં થઈ છે. આ માટે એપલ અને ભોગ બનનાર યુવતી વચ્ચે કરાર કરવામાં આવ્યો છે કે, આ સેટલમેન્ટ અને તેની રકમ વિશેની ઈન્ફોર્મેશન કોઈપણ વ્યક્તિ સાથે શેર કરી શકશે નહિ.

નોંધનીય છે કે ,આ ઘટના એપલ ફોનની સિક્યુરિટી અને તેના સર્વિસ સેન્ટર વિશે અનેક સવાલ ઊભા કરી રહી છે. એપલે વિકૃત માનસિકતા ધરાવતા તેના બંને ટેક્નિશિયનને નોકરીમાંથી બરતરફ કરી દીધા હતા. 2016 માં થયેલી આ ઘટના બાદ, તેના સેટલમેન્ટની રકમ વિશેની ચર્ચાએ ફરી એક વાર જોર પકડ્યું છે.

હવે જોવાનું એ રહ્યું કે , ચરિત્ર સામે રૂપિયા ભારે પડે છે કે પછી રૂપિયાના જોરથી ચારિત્ર પણ ખરીદી શકાય છે .

 61 ,  1