દીદીની ખુરશી પણ ખતરામાં છે?

ઉત્તરાખંડમાં બંધારણીય સંકટના પગલે રાવતે CM પદ પરથી રાજીનામું આપ્યું

ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતને શુક્રવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. બંધારણીય સંકટના પગલે તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. તીરથ સિંહ રાવત સીએ પદના શપથ ગ્રહણ કર્યા જે સમયે વિધાનસભાના સદસ્ય ન હતા અને હાલના કોરોના સમયમાં પેટાચૂંટણી કરવી મુશ્કેલ છે પરિણામે રાવતે રાજીનામું સોંપી દીધું છે. આ સ્થિતિ વચ્ચે તીરથ સિંહ રાવત બાદ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મુશ્કેલી આવી શકે છે. મમતા બેનર્જી પાસે પણ વિધાનસભાની સદસ્ય નથી કોરોના કારણે બંગાળમાં આગામી અમુક માસમાં પેટાચૂંટણી નહીં યોજાય તો મમતા સામે પણ બંધારણીય સંકટ સંર્જાય શકે છે.

વિધાનસભાના અને વિધાન પરિષદના સદસ્ય વગર માત્ર 6 મહિના સુધી જ મુખ્યમંત્રી અથવા મંત્રી રહી શકે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 164(4) કહે છે કે, મુખ્યમંત્રી અથવા મંત્રી 6 માસની અંદર સુધી રાજ્યના વિધાનમંડળના સદસ્ય નથી તો એ મંત્રીના પદ અવધિનો સમય સમાપ્ત થઈ જાય છે.

મમતા બેનર્જીએ 4 મેના રોજ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. એવામાં તેમણે શપથ લીધાના દિવસથી છ મહિનાની અંદર એટલે કે 4 નવેમ્બર સુધી વિધાનસભાના સદસ્ય બનવું જરૂરી છે અને આ બંધારણીય કાયદો છે. તેમણે પોતાના માટે એક સીટ ખાલી પણ કરી લીધી છે પરંતુ તે વિધાનસભાના સદસ્ય ત્યારે જ બની શકશે જ્યારે છ મહિનાના સમય ગાળાની અંદર ચૂંટણી જીતી શકે. કોરોનાના કારણે ચૂંટણીપંચે દરેક ચૂંટણીઓ સ્થગિત કરી દીધી છે. ચૂંટણી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે. તેના વિશે હજુ કંઈ કહી ન શકાય. એવામાં જો નવેમ્બર સુધી ભવાનીપુર પેટાચૂંટણી વિશે ચૂંટણી આયોગ નિર્ણય નહીં લે તો મમતાની ગાદી પર ખતરો છે.

 78 ,  1