શું ગૂગલ દંડાયું..? ફ્રાન્સે ફટકાર્યો 1952 કરોડનો દંડ..!

ગૂગલ પર પાવરનો ખોટો ઉપયોગ કરવાનો છે આરોપ..

નેટવર્કની દુનિયાની જાણીતી કંપની ગૂગલ મોટી મુસીબતમાં ફસાઈ છે .કહેવામાં આવી રહ્યું છે કે ,ફ્રાન્સના માર્કેટ કોમ્પીટેશન રેગુલેટરએ ગૂગલ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ફ્રાન્સે ગૂગલ પર ઓનલાઇન એડવરટાઇઝમેન્ટ માર્કેટમાં ‘ડોમિનેટિંગ પોઝિશન’ એટલે કે એડવરટાઇઝિંગ પાવરનો દુરઉપયોગ કરવા માટે 22 કરોડ યૂરોનો દંડ ફટકાર્યો હતો.

મળતી માહિતી મુજબ ,ફ્રાન્સના માર્કેટ કોમ્પીટેશન રેગુલેટરએ એક નિવેદનમાં કહ્યું કે ,ગૂગલનું કામ ગંભીર છે ,કારણ કે તે કેટલીક બજારોમાં તેના કોમ્પીટેટર અને મોબાઇલ રાઇડ્સના પબ્લિશર અને એપ્લિકેશન યુનિટ્સને દંડિત કરે છે.

વધુમાં ,નિવેદનમાં કહેવામાં આવ્યું- રેગુલેટર આ વાતની યાદ અપાવે છે કે વર્ચસ્વપૂર્ણ સ્થિતિવાળી કંપનીની તે જવાબદારી હોય છે કે બીજાના હિતને નજરઅંદાજ કરશે નહીં. તેમાં કહેવામાં આવ્યું કે, અમેરિકી આઈટી કંપનીએ આ મામલામાં તથ્યોને પડકાર આપ્યો નથી અને ફેરફારના પ્રસ્તાવ કર્યા છે. સંસ્થાના પ્રમુખ ઇસાબેલ સિલ્વાએ કહ્યુ કે, આ એક અભૂતપૂર્વ નિર્ણય છે.

કોઈપણ કંપની માર્કેટિંગ કરતા પહેલા પોતાના જ નહિ , બીજાના હિતોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ .

 42 ,  2