શું નોરા ફતેહી અને ગુરુ રંધાવા વચ્ચે રંધાઈ રહી છે ખીચડી?

નોરા ફતેહી અને ગુરુ રંધાવાની તસવીરો વાયરલ થતા અનેક તર્ક-વિતર્ક….

નોરા ફતેહી અને ગુરુ રંધાવાની ગોવા બીચની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં બંને બીચ પર ચાલતા દેખાય છે, જ્યારે બીજી તસવીરમાં બંને પાણીમાં ઉભા રહીને વાતચીત કરતા દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ તસવીર સામે આવતાની સાથે જ સ્ટાર્સના ચાહકો એવા અનુમાન લગાવવા લાગ્યા કે બંને સ્ટાર્સ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે.

સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે નોરા અને ગુરુ રંધાવા એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તસવીરોમાં નોરા બ્લેક શોર્ટ્સ અને સફેદ ટી-શર્ટમાં દેખાઈ રહી છે, અને ગુરુ રંધાવા પ્રિન્ટેડ શર્ટ અને શોર્ટ્સમાં દેખાઈ રહ્યો છે.

નોરા અને ગુરુના ફોટો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે કોમેન્ટ કરી – ‘લગ્ન ક્યારે કરી રહ્યા છો?’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું – ‘તેણે ગુરુને પતાવી લીધો.’ અન્ય યુઝરના કહેવા પ્રમાણે, આ બંનેની જૂની તસવીરો છે, કારણ કે હાલમાં ગુરુ સલમાન ખાનની ‘ધ-બેંગ ટૂર’ના કારણે રિયાધમાં છે.

નોરા ફતેહી અને ગુરુ રંધાવાએ અગાઉ એક હિટ મ્યુઝિક વીડિયો ‘નચ મેરી રાની’માં સાથે કામ કર્યું છે. બીજી તરફ, તસવીરો જોતા, એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે બંને તેમના આગામી સિંગલના શૂટિંગ માટે ગોવા પહોંચી ગયા છે. જોકે, બંને સ્ટાર્સ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે નોરા અને ગુરુના અફેરની ચર્ચાઓ શરૂ થઈ છે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી