જિંદગી કૈસી હૈ પહેલી હાયે,,, કભી તો રૂલાયે.. કભી તો હંસાયે…

પરિવારનો સામૂહિક આપઘાત—કેમનું જીવ ચાલતો હશે…? હે પ્રભુ…!!

2019માં ગુજરાતમાં 7,655 લોકોએ આપઘાત કર્યો…

2018માં 7793 લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું…

ગરીબી-આર્થિક સંકડામણ-દેવુ-લગ્નજીવનમાં ભંગાણ..આ છે મુખ્ય કારણો…

મને કોરોના થઇ જશે એવી બીકે આપઘાત…! ઓ માય ગોડ…!!

શું ગુજરાતમાં ઘાતક બની રહ્યું છે આપઘાતનું પ્રમાણ…? હોય ઓ રબ્બા….!!

તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હુ મૈ…

જિંદગી એક સફર હૈ સુહાના…યહાં કલ ક્યા કિસને જાના…

જિંદગી કૈસી હૈ પહેલી હાયે,,,કભી તો રૂલાયે..કભી તો હંસાયે…

મેરા જીવન કોરા કાગજ..કોરા હી રહે ગયા….

જિંદગી મેં કભી કોઇ આયે ના રબ્બા…આયે તો ફિર જાયે ના રબ્બા…

જિંદગી…જીવન…ઇશ્વરે આપેલું આ જીવન અને જિંદગી અકાળે આપઘાત કરીને ટૂંકાવનારાઓના મનમાં કેટલી અને કેવી જબરજસ્ત ઉથલપાથલો ચાલતી હશે…!! સામાન્ય બાબત પર ખોટુ લાગે અને આપઘાત કરી લે. પણ ગુજરાતમાં કોરોનાની બીક અને લોકડાઉનને કારણે આર્થિક સંકડામણને કારણે આપઘાતના બનાવો મનોચિકિત્સકો માટે ચોંકાવનારા છે.

જ્યાં રૂપિયાની રેલમછેલ જોવા મળે એ હીરાનગરી સુરતમાં આર્થિક તંગીથી પિડાઇને મા અને દિકરો એક જ પંખા પર લટકીને આપઘાત કરે છે, મોડાસામાં એક દંપતિએ પોતાની બે સંતાનેને ઝાડ પર લટકાની પોતે પણ આપઘાત કર્યાના સમાચારે કોઇને તે તરફ આકર્ષિત કર્યા નથી કે એવું તે શું બન્યુ કે આખા પરિવારને આ રીતે આપઘાત કરવો પડ્યો….!! ગુજરાતમાં રોજ સરેરાશ 21 લોકો વિવિધ કારણોસર આપઘાત કરે છે.

મોડાસા તો જાણે કે ગ્રામ્ય વિસ્તાર પણ સુરત જેવા શહેરમાં બેંકનો હપ્તો નહીં ભરી શકનાર પરિવારમાં પુત્ર પોતાની પત્ની અને સંતાનને સાસરિયામાં મૂકીને પરત આવીને પોતાની મા સાથે પંખે લટકી આપઘાત કરે, એ બનાવની નોંધ લેવાવી જોઇએ.

લોકોને આપઘાત કરતાં રોકવા સરકારે હેલ્પલાઇન સેવા શરૂ કરી જ છે. પણ જેણે નક્કી જ કર્યું હોય અથવા શું થશે..એની બીક હોય એમાં સરકારી હેલ્પલાઇન પણ શું કરે…? ઇશ્વરે આપેલું સરસ મજાનું જીવન ટૂંકાવવાનો માનવીને કોઇ અધિકાર નથી. સમગ્ર વિષય અને બાબત મનોચિકિત્સકો માટે ચિંતાનો અને શંસોધનનો છે.

નેશનલ ક્રાઇમ બ્યૂરોના આંકડા જણાવે છે કે 2019માં 7,655 લોકોએ આપઘાત કર્યો હતો. જેમાં 5168 પૂરુષો અને 2486 મહિલાઓ હતી. 2018માં ગુજરાતમાં 7793 લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. 2018ની તુલનામાં 2019માં સંખ્યા ઘટી. આપઘાતના કારણોમાં સૌથી વધારે કારણ પરિવારની સમસ્યા હોવાનું તારણ છે. બીજા નંબરે અસાધ્ય રોગ કે બિમારીથી કંટાળીને આપઘાત કર્યો હોય. બેરોજગારી, ગરીબી, લગ્ન જીવનમાં ભંગાણ, પ્રેમ વગેરે. પણ કારણો છે.

જીવતે જીવ આપણને આ દુનિયા આપણને એક નહીં થવા દે એમ માનીને પ્રેમી પંખીડા સાથે મળીને આપઘાત કર્યાના બનાવો અખબારોમાં જોવા મળે છે. 2017માં 2377 લોકોના આપઘાતનું કારણ નાદારી એટલે કે આર્થિક તંગી હતી…

આપઘાતમાં જાણે કે નવતર પ્રયોગ કરતાં હોય તેમ એક વ્યક્તિએ કારમાં પોતાને બંધ કરીને ઓક્સીજન માસ્ક વડે ઝેરી કાર્બન મોનોકસાઇડ ગેસ શ્વાસમાં લઇને આપઘાત કર્યો અને કાચની બહારથી લોકો વાંચી શકે એવી નોંધ મૂકી-ડોન્ટ ટચ, કોલ પોલીસ….!! ગુજરાતમાં આ પ્રકારના આપઘાતનો આ પહેલો જ બનાવ છે. કેટલાક વળી મોબાઇલમાં લાઇવ આપઘાત કરે છે…!! દિલ્હીમાં કિસાન આંદોલનમાં બાબા રામસિંહ નામના એક સંતે કિસાનોની હાલત જોઇને પોતાને જાતે ગોળી મારીને આત્મ હત્યા કરી લીધી…!! એક સંતપુરૂષ કે જે બીજાને ઉપદેશ આપતાં હોય અને જેમને કેટલાય લોકો અનુસરતા હોય એ આપઘાત કરે એટલે કલ્પના કરી શકાય કે તેમના મનમાં કેવી કેવી ઉથલપાથલો ચાલતી હશે…!!

કોરોનાકાળમાં આપઘાતનો એક બનાવ એવો બન્યો કે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં 29 વર્ષની એક મહિલાએ એટલા માટે જીવન ટૂંકાવ્યું કે તેને કોરોના થઇ જશે…!! કોરોના કાળમાં જ 5 સપ્ટેમ્બર, 2020ના રોજ દાહોદમાં એક જ પરિવારના 5 લોકોએ સામૂહિક આપઘાત કર્યો. કારણ..? આર્થિક સંકડામણ કે તંગી.

માત્ર ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશમાં આવા બનાવો ચિંતાનો વિષય હોઇ શકે.આવા બનાવો એક ઘડી આપણને વિચારતા કરી દે અને પછી જીવનની ઘટમાળમાં પરોવી જઇએ છીએ…

અને એટલે જ જીવનથી પરેશાનને આ ગીત કદાજ વધારે ગમતુ હશે – જિંદગી કૈસી હૈ પહેલી હાયે,,,કભી તો રૂલાયે..કભી તો હંસાયે…!!

 44 ,  1