September 19, 2021
September 19, 2021

શું આપનું વાહન 15 વર્ષ જૂનું છે? હવે જશે ભંગારમાં…!

કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી LIVE…

શું આપનું વાહન 15 વર્ષ જૂનું છે? તો આપના માટે આ સમાચાર અગત્યના છે. કેન્દ્ર સરકાર આજે 15 વર્ષથી જૂના કોમર્શિયલ વેહિકલ અને 20 વર્ષથી જૂના પેસેન્જર વેહિકલને ભંગારમાં કાઢી નાખવા માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરવા જઇ રહી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરથી કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી નવી સ્ક્રેપ પોલિસી જાહેર કરશે. આ કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી હાજરી આપશે. મહત્વપૂર્ણ છે કે દિલ્લી જેવા મેટ્રો સિટીમાં 15 વર્ષથી ગ્રીન ટ્રિબન્યુનલે જૂના વાહનો પર પ્રતિબંધ મુક્યો છે જેની પાછળનો હેતુ પ્રદુષણમાં ઘટાડો થાય અને ઈલેક્ટ્રીક વાહનોને પોત્સાહન મળે તેવો છે જેનો હવે દેશમાં અમલ થવા જઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ દેશનો સૌપ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ ભાવનગરના અલંગમાં સ્થપાશે. ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલાથી જ જૂના વાહનોના ભંગાર માટે કોઇ સિસ્ટમ ન હોવાથી તેનો ઉપયોગ ચાલુ રહેતો હતો અને આવા વાહનો પ્રદુષણમાં વધારો કરતા હતા ત્યારે દેશમાં વાહનોના સ્ક્રેપ દ્વારા નવો ઉદ્યોગ વિકસે તે દિશામાં ભારત સરકાર આ પોલિસી જાહેર કરવા જઇ રહી છે. નવી સ્ક્રેપ પોલિસી દ્વારા દેશમાં 10 હજાર કરોડ રૂપિયાનું નવું રોકાણ થવાની શક્યતા છે જ્યારે 50 હજારથી વધુ નવી નોકરીઓનું સર્જન થશે જ્યારે સ્ક્રેપ પોલિસીના કારણે ઓટો સેક્ટરને મોટો લાભ થવાની શક્યતા છે અને 4.5 કરોડનું ઓટો સેક્ટરનું ટર્ન ઓવર વધીને 6 લાખ કરોડ થાય તેવો દાવો કરાઇ રહ્યો છે.

વાહનોના ફિટનેસ ટેસ્ટ સમયાંતરે કરાવવાના નિયમોની પણ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ જનારા વાહનોને ભંગારમાં નાખી દેવાની ફરજ પાડવામાં આવશે. પહેલી ઓક્ટોબર 2021થી ફિટનેસ ટેસ્ટ કરાવવાનો નિયમ લાગુ કરવામાં આવશે. આ ફિટનેસ ટેસ્ટનો રિપોર્ટ જે તે સેન્ટરમાંથી ઓનલાઈન મૂકી દેવામાં આવશે. આ ફિટનેસ ટેસ્ટમાં ત્રણવાર નિષ્ફળ ગયા પછી તેને સ્ક્રેપ કરવાની ફરજ પાડવામાં આવે તેવી સંભાવના હોવાનું ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે.

 119 ,  1