કોર્ટે કહ્યું- ઈશરત જહાં લશ્કર-એ-તૈયબાની આતંકી હતી એ ઈનપુટ નકારી ન શકાય
ગુજરાતમાં 2004માં થયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે મહત્વનો ચુકાદો આપતા ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તરૂણ બારોટ, જી.એલ. સિંઘલ અને અનાજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા છે. સાથે જ કોર્ટે અવલોકનમાં ટાંક્યું કે, તમામ અધિકારીઓએ પોતાના ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી હતી. ઈશરત જહા લશ્કેર તૈયબાની આતંકી હતી, તે ગ્રૂપમાંથી આવતી હતી તે નકારી ન શકાય. તેથી જ તમામ અધિકારીઓએ ફરજ બજાવી હતી.
ગુજરાતના બહુચર્ચિત ઈશરત જહા એન્કાઉન્ટર કેસમાં આ પહેલા સીબીઆઈ કોર્ટે એન.કે.અમીન અને ડીજી વણઝારાને મુક્ત કર્યા હતા. આગામી દિવસોમાં હવે આ તમામ મુક્ત અધિકારીઓ સામે કોઈ પણ કેસ ચાલશે નહિ. હાલના ચુકાદા બાદ ત્રણેય અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઈશરત જહા એન્કાઉન્ટર કેસ…
મુંબઈના મુબ્રાની 19 વર્ષીય ઈશરત જહા, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લૈ, અમજદ અલી અકબર અને જીશાન જૈાહરને 15 જુન, 2004નું અમદાવાદમાં એન્કાઉન્ટર કરાયું હતું. ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે, આ ચારેય લોકો આતંકવાદી સંબંધિત હતા, અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવાના ષડયંત્રથી ગુજરાતમાં આવ્યા હતા. સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો, અને એસઆઈટી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી. એન્કાઉટર થયા બાદ અનેક IPS અધિકારીઓ અને નેતાઓની ધરપકડ થઈ હતી. આ કેસમાં સીબીઆઇ તપાસની માગ સાથે હાઇકોર્ટમાં ઇશરત જહાંની માતા સમીમા કૌસર અને જાવેદના પિતા ગોપીનાથ પિલ્લાઇએ રિટ કરી હતી. જે બાદ હાઇકોર્ટે કેસની તપાસ માટે સીટની રચના કરી હતી.
48 , 1