September 28, 2020
September 28, 2020

દિલ્હીમાં એન્કાઉન્ટર..! IED સાથે ISISના એક આતંકીની ધરપકડ, અન્ય એક ફરાર

રાજધાનીમાં હુમલાની સાજિશ..! ધૌલા કુવામાં ISISના એક આતંકીની ધરપકડ

દિલ્હીના ધૌલા કુવા રિંગ રોડ નજીક દિલ્હી પોલીસ દ્વારા એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એન્કાઉન્ટર બાદ ISISના આતંકીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય એક આતંકી ફરાર થતાં પોલીસ દ્વારા નાકાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ધરપકડ કરાયેલા આતંકી પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક તેમજ હથિયાર મળી આવ્યા છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે ISISના ઓપરેટિવને ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) સાથે ધરપકડ કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, પકડાયેલા આતંકવાદીનું નામ અબુ યુસુફ છે. તેની પાસેથી બે IED અને હથિયારો મળી આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મોડી રાત્રે ઓપરેશન શરૂ કર્યું હતું, જે હજી પણ યથાવત્ છે.

દિલ્હી પોલીસનું કહેવું છે કે ISISના આતંકવાદીઓ દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. જોકે તેમના ઈરાદાઓને પોલીસે નાકામ કરે છે. નોંધનીય છે કે, ISIS પોતાના નાપાક ઇરાદાને લઇ ભારતમાં મોટા આતંકી હુમલાની ફિરાકમાં છે . આતંકી સંગઠન ISIS સતત યુવાનોના મનમાં ઝેર ઓકી ભારત વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર