મોબાઇલ “પોકેટકોપ” દ્વારા જીલ્લા અને રાજ્યમાં વાહન ચોરી કરતા ઇસમો ઝબ્બે

સાબરકાંઠા જિલ્લામાં બનતા મિલ્કત વિરૂધ્ધના મોટર સાયકલ ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ અગાઉ બનેલ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ આપેલ સુચના આધારે સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીકના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. આર.જે.ચૌહાણ પોશીના પોલીસ સ્ટે ટીમો બનાવી સાબરકાંઠા જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા પનારી નદીના પુલ ઉપર વાહન ચેકીંગ ગોઠવેલ હતી.

દરમ્યાન ખાનગી બાતમીદારથી હકીકત મળ્યા મુજબ એક કાળા વાદળી કલરની સ્લેન્ડર પ્રો મોટરસાયકલ લઇ બે વ્યક્તિઓ આવતા તેમને ઉભારખાવી પુછપરછ કરતા સદર બાઇક બાબતે કોઇ સંતોષકારક નહી મળતા, મોબાઇલ પોકેટ કોપનો ઉપયોગ કરી વાહન બાબતે વધુ તપાસ કરતા સદર મોટર સાયકલ વડાલી પો.સ્ટે. હદ માથી વર્ષ ૨૦૧૭ મા ચોરી થયેલ હોવાનુ જણાઇ આવેલ હતું.

જેથી બન્ને બાઇક સવારોને આ બાબતે વધુ ઉંડાણપુર્વક પુછતા તેઓએ પોતાનુ નામ (૧) શકીલ રફીક શેખ ઉ.વ.૨૬ રહે.કોટડા છાવણી નર્સરી પાસે, તા.કોટડા છાવણી, જી.ઉદેપુર (રાજસ્થાન) તથા (૨) કાનજીભાઇ લાતુરાભાઇ લઉર રહે. બદલી, તા.કોટડા છાવણી, જી.ઉદેપુર (રાજસ્થાન) જણાવેલ અને સદર બાઇક આજથી બેએક વર્ષ ઉપર વડાલી નજીકથી ચોરેલ હોવાનુ કબુલાત કએઇ હતી.

તેમજ તેઓ પૈકી શકીલ રફીક શેખ ઉ.વ.૨૬ રહે.કોટડા છાવણી નર્સરી પાસેનો આરોપી રીઢો ગુનેગાર હોઇ એલ.સી.બી. પી.આઇ વી.આર.ચાવડાની સુચનાથી પો.સ.ઇ. જે.પી.રાવ તથા પો.કો. વિજયકુમાર, પો.કો. સનતકુમાર, પો.કો. વિક્રમસિંહ, પો.કો.પ્રકાશભાઇ પો.કો. જાકીરહુસેન, પો.કો. પ્રહર્ષકુમાર વગેરે માણસોની ટીમને આરોપીની વધુ પુછપરછ માટે મોકલતા અને પોશીના પો.સ્ટે. તથા એલ.સી.બી. ટીમના સંયુક્ત પ્રયત્નોથી આરોપી શકીલે અન્ય મોટરસાયકલ ચોરીના ગુન્હાઓ તેના સાગરીત ઉસ્માન વાઘા ગમાર રહે.

સુબડી, તથા મનજી ગુજરા ગમાર રહે. લાંબા હળદુ નાઓની સાથે છેલ્લા ત્રણ ચાર વર્ષના સમય ગાળામા જુદાજુદા સમય જુદાજુદા વિસ્તાર માથી ચોરી કરેલ તે અન્ય ચોરીના ગુન્હાઓની મોટર સાયકલો છુપાવી રાખેલાની કબુલાત કરતા તેની પાસેથી ૨૬ મોટરસાયકલો રીકવરી થયેલ જેની કિં.રૂ. ૬,૬૭,૦૦૦/- ની છે. સદર બાઇકોના એન્જીન નંબર ચેચીસ નંબર આધારે ઉપલબ્ધ સોફ્ટવેરો તથા મોબાઇલ પોકેટ કોપ આધારે તપાસ કરતા 26 મોટરસાયકલ મળી આવેલ છે.

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી