ઇઝરાયલે મોદીને કહ્યું- હેપ્પી ફેન્ડશીપ ડે, શેર કર્યો Video

ભારત અને ઇઝરાયલ વચ્ચે ગત વર્ષોમાં અનેક નવા કરાર થયા છે. અને પીએમ મોદીના સત્તામાં આવ્યા પછી તેની સાથે સંબંધો પણ વધુ મજબૂત થયા છે. ઇઝરાયલ દૂતાવાસના ઓફિશયલ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતનયાહૂની કેટલીક યાદગાર તસવીરો સાથે શોલે ફિલ્મનું જાણીતું ગીત યે દોસ્તી હમ નહીં તોડેંગે મૂકવામાં આવ્યું છે.

સાથે જ આ વીડિયો શેર કરતા કહેવામાં આવ્યું છે કે હેપ્પી ફેન્ડશીપ ડે 2019 ભારત! આશા રાખીએ કે આપણી મિત્રતા આવી રીતે જ મજબૂત રહે અને આપણી વધી રહેલી પાર્ટનરશીપ નવી ઊંચાઇઓ આંબે.

 58 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી