ઈઝરાયલ: PM નેતન્યાહૂ સપ્ટેમ્બરમાં ભારતની મુલાકાતે

ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં ભારત આવશે. માનવામાં આવે છે કે, આ દરમિયાન એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (અવાક્સ) અને એર ટૂ એર ડર્બી મિસાઈલ ડીલ થવાની શક્યતા છે. ઈઝરાયલમાં 17 સપ્ટેમ્બરે જ લોકસભાની ચૂંટણી છે અને તે કારણથી નેતન્યાહૂની આ ભારત મુલાકાત મહત્વની માનવામાં આવે છે.

ભારતીય વાયુસેના ડર્બી મિસાઈલની જરૂરિયાત પહેલાં જ જાહેર કરી ચૂકી છે. નેતન્યાહૂની આ મુલાકાત દરમિયાન અવાક્સ અને ડર્બી સિવાય અન્ય કોઈ મહત્વનો રક્ષા સોદો થવાની પણ શક્યતા છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી