મિસાઈલ એટેક બાદ ઇઝરાયલનું જહાજ પહોંચ્યું ગુજરાત

તાંઝાનિયાથી ભારત આવી રહેલા ઇઝરાયલના જહાજ પર મિસાઇલથી હુમલો

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ વચ્ચે અરબ સાગરમાં ઇઝરાયલના એક કાર્ગો શિપ પર મિસાઇલ હુમલો થયો છે. ઇઝરાયલના એક સિક્યોરિટી અધિકારીએ આ હુમલો ઇરાન દ્વારા કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો.

એક અહેવાલ અનુસાર આ જહાજ તાંઝાનિયાથી ભારત આવી રહ્યું હતું. આ હુમલાના કારણે જહાજને ખાસ નુકસાન નથી પહોંચ્યું અને તે પોતાની યાત્રા ચાલું રાખી શકે છે. પોર્ટ સિટી હાએફા ખાતેનું એક્સટી મેનેજમેન્ટ આ જહાજનું માલિકત્વ ધરાવે છે. જો કે,  હજુ સુધી ઇઝરાયલના સરકારી અધિકારીઓએ આ હુમલા અંગે કોઇ ખુલાસો કર્યો નથી.

ગુરૂવારે થયેલા મિસાઇલ હુમલામાં જહાજને મોટું નુકસાન નથી પહોંચ્યું. હુમલામાં થયેલા નુકસાનની ઇઝરાયલી જહાજની કેટલીક ખાસ તસવીરો મળી છે. ઇઝરાયલી જહાજ ગુજરાતના મુંદ્રા બંદરગાહ પર પહોંચી ગયું છે. હુમલા બાદ તે જહાજ ખૂબ ધીમી ગતિએ ચાલું રહ્યું હતું પરંતુ 3 કલાક બાજ જહાજે પોતાની સામાન્ય સ્પીડ પકડી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે ગત મહિને ગલ્ફ ઓફ ઓમાનમાં આવા જ એક ઇઝરાયલી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. 25 ફેબ્રુઆરીની રાત્રે એમવી હેલિયાસ રે નામના જહાજ પર હુમલો થયો હતો. હુમલાને લઈને ઇઝરાયલના પીએમે ઈરાનને જવાબદાર ગણાવ્યું હતું. જોકે, ઈરાને પોતાની ઉપર લાગેલા આરોપોથી ઇન્કાર કર્યો હતો.

સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોડી રાત્રે આ બનાવ સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી,જો કે એન્જીનના ભાગમાં પણ નુકસાન હોવા છતાંય કન્ટેનર સાથે શિપ મુન્દ્રા પોર્ટ પહોંચવામાં સફળ રહ્યું હતું.આ અગાઉ પણ ગત મહિને ઇઝરાયેલી કાર્ગો શિપ પર પણ મધદરિયે ગલ્ફ ઓફ ઓમાનમાં હુમલો થયો હતો,જેથી એજન્સીઓએ મુદ્દે પણ કડીઓ જોડી રહી છે.

હાલ, ભારતીય સુરક્ષા એજન્સીઓ આ બનાવને પગલે સતર્ક બની ગઈ હતી અને તપાસ આદરી દેવામાં આવી હતી. 

 34 ,  1