5મી જુલાઈએ લોન્ચ થશે મિશન ચંદ્રયાન-2

ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્ર પર બીજુ પગલું મુકવા તૈયાર થઇ ગયા છે. ચંદ્ર પર જવા સજ્જ ભારતના સ્પેસ મિશન ચંદ્રયાન -2ના લોન્ચની જાહેરાત બેંગલુરૂમાં ઈસરોના ચેરમેન ડો, કે સિવાને કરી હતી. જાહેરાત કરતા તેમણે જણાવ્યું છે કે 15 જૂલાઈના રોજ સવારે 2 વાગ્યે 15 મિનિટે ચંદ્રયાન-2ને લોન્ચ કરવામાં આવશે.

ઈસરો ચેરમેને વધુમાં જાણકારી આપી કે, ચંદ્રયાન-2માં ત્રણ ભાગ હશે-લેંડર, રોવર અને ઓર્બિટર. રોવર એક રોબોટિક આર્ટિકલ છે જેનું વજન 27 કિલોગ્રામ અની લંબાઈ 1 મીટર છે. લેંડરનું વજન 1.4 ટન અને લંબાઈ 3.5 મીટર છે. ઓર્બિટરનું વજન 2.4 ટન અને લંબાઈ 2.5 મીટર છે.વધુમાં કહ્યું કે લેંડરને ઓર્બિટરની ઉપર રાખવામાં આવશે. લેંડર, ઓર્બિટર અને રોવરને એક સાથે કંપોટિટ બોડી કહેવામાં આવે છે. આ કમ્પોઝિટ બોડીને GSLV mk lll લોન્ચ વિહિકલની અંદર હીડ શીલ્ડમાં રાખવામાં આવશે. 15 જુલાઈએ લોન્ચના 15 મિનિટ બાદ GSLVથી કંપોઝિટ બોડીને ઈજેક્ટ કરાશે, તેમજ પ્રોફેલ્શન સિસ્ટમ સક્રિય બનતા કંપોઝિટ બોડી ચંદ્ર તરફ આગળ વધશે. કેટલાક દિવસ બાદ વધુ એક રેટ્રો સળગવાથી તે ચંદ્રની કક્ષામાં પહોંચી જશે. ત્યાર બાદ યોગ્ય સમયે લેંડર ઓર્બિટરથી અલગ થઈ જશે.

લેંડર પોતાના પ્રોપલ્શનનો ઉપયોગ કરી ચંદ્રથી 30 કિલોમીટર દૂર કક્ષામાં 4 દિવસ સુધી યથાવત રહેશે. જે દિવસે લેંડિગ થશે ત્યારે લેંડરનો પ્રોપલ્શન સિસ્ટમ તેની વેલિસિટીનો ઘટાડશે અને લેંડરનો ચંદ્રના સાઉથ પોલ પર લેંડ કરાવશે. આ પ્રક્રિયામાં લગભગ 15 મીનીટ જેટલો સમય લાગશે.

 35 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી