અંતરિક્ષથી પૃથ્વીનો અદ્ભુત નજારો, ચંદ્રયાન-2એ પૃથ્વીની પ્રથમ તસવીર ક્લિક કરી

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ રવિવારે ચંદ્રયાન-2 દ્વારા કેદ કરવામાં આવેલી પૃથ્વીની સુંદર તસવીરો શેર કરી છે.

2 ઓગસ્ટે ઈસરોએ કરેલા ટ્વીટ પ્રમાણે વૈજ્ઞાનિકોને શુક્રવારે ચંદ્રયાન-2ની કક્ષા ચોથી વખત બદલવામાં સફળતા મળી છે. હાલ ચંદ્રયાન-2એ પ્રથમ વખત પૃથ્વીના ફોટા ક્લિક કર્યા છે.

ચંદ્રયાન-2ના LI4 કેમેરાએ પૃથ્વીની કપાટીની સુંદર તસવીરો શેર કરી ઈસરોને મોકલી છે. આ તસવીરો 3 ઓગસ્ટે લેવામાં આવી છે. ચંદ્રયાન-2 એ પૃથ્વીની તસવીરો ક્લિક કરી હોય તેવા ફેક ફોટોઝ વાઇરલ થયા હતા.

જો કે, હાલમાં ઈસરોએ ચંદ્રયાન-2એ રિયલમાં ક્લિક કરેલા ફોટો ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટોઝ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડર LI4 કેમેરાએ ક્લિક કર્યા છે. ઈસરોએ કુલ 5 ફોટા શેર કર્યા છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી