ISROએ રચ્યો વધુ એક ઇતિહાસ, EMISAT સાથે 28 સેટેલાઈટ કર્યા લૉન્ચ

કેન્દ્રથી સ્વદેશી સર્વિલાન્સ સેટેલાઇટ એમસેટની સાથે 28 વિદેશી નેનો સેટેલાઇટને અંતરિક્ષમાં પ્રક્ષેપણ કર્યું છે. એમિસેટનું પ્રક્ષેપણ ડીઆરડીઓ માટે કરવામાં આવ્યું છે. દુશ્મન પર નજર રાખવાને લઇને એમિસેટ ઘણો મહત્વપૂર્ણ છે.

PSLV C45 દ્વારા ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ ઉપગ્રહ EMISAT લોન્ચ કરવામાં આવ્યો છે. 749 કિલોગ્રામનો આ ઉપગ્રહ ડીઆરડીઓને ડિફેનસ રિસર્ચમાં મદદ કરશે. EMISAT ઉપરાંત બીજા દેશોના 28 ઉપગ્રહ પણ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાંથી અમેરિકાના 24, લિથુઆનિયાના બે અને સ્પેન તથા સ્વિત્ઝરલેન્ડના એક-એક ઉપગ્રહ સામેલ છે.

ઉલ્લેખનીય છ કે, આ ઈસરોનું એવું પહેલું મિશન છે જે ત્રણ અલગ-અલગ કક્ષાઓમાં સેટેલાઇટ સ્થાપિત કરશે. સૌથી પહેલા EMISATને તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. ત્યારબાદ 504 કિમીની કક્ષા પર અન્ય 28 સેટેલાઇટ સ્થાપિત થશે.

આપને જણાવી દઇએ, ઇસરોનું આ પહેલું એવું મિશન જેમાં સામાન્ય લોકોની હાજરીમાં લોન્ચ કરાયું. તેના માટે ઇસરો એ એક ગેલેરી તૈયાર કરી હતી. તેમાં 5000 લોકો બેસી શકે. આ ગેલેરીથી બે લોન્ચપેડ દેખાતા હતા

 28 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર