September 18, 2020
September 18, 2020

કેરળ વિમાન દૂર્ઘટનામાં 19 લોકોના મોત, 138 ઘાયલ

 એર ઇન્ડિયાનું વિમાન રનવે પરથી લપસી ગયું અને તેના બે ટૂકડા થયા

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પર લપસી મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દુબઇથી આવી રહેલું વિમાન રનવે પર લપસી જવાથી વિમાન ક્રેશ થયા બાદ વિમાનના બે ટુકડા થઇ ગયા હતી. દુર્ઘટનામાં 19 લોકોના મોતનાં થયા છે. જ્યારે 138 લોકો ઘાયલ થયા છે.

અરલાઇન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર દુબઇથી આવતું એર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનના કોઝિકોડ એરપોર્ટ પર લપસી જવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે. ફ્લાઇટ IX 1344- સાંજના લગભઘ 7.40 મિનિટ પર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં 191 લોકો સવાર હતા. ભારે વરસાદના કારણે રનવે પર લેન્ડિંગ બાદ વિમાન લપસી ગયું અને ખીણમાં પડી ગયું અને વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.

પ્રાથમિક રિપોર્ટ અનુસાર દુબઇ-કોઝિકોડે ફ્લાઇટ X1344 એ બોઇંગ 737 પ્લેન છે . સાંજે 7.14 વાગ્યે તે એરપોર્ટ પર લેન્ડ થયું હતું. લેન્ડ થયા બાદ અચાનક ફસડાઇ પડ્યું હતું . અત્યારે 24 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર એરપોર્ટ પર પહોંચી ગયા છે. પાલયટ સાથે 19 પેસેન્જરના મૃત્યુના થયા છે.

વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યમંત્રી સાથે પ્લેન ક્રેશ અંગે વાત કરી છે. પરંતુ બીજી તરફ ગૃહમંત્રીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કરી છે. સાથે જ એનડીઆરએફ ટીમને ઘટના સ્થળે પહોંચવા આદેશ આપે છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મીડિયા વિભાગના એડિશનલ ડીજી રાજીવ જૈનના જણાવ્યા પ્રમાણે પ્લેનમાં બે પાયલટ અને 5 કેબિન ક્રૂ સિવાય 174 પેસેન્જર અને 10 નવજાત બાળકો હતાં. ઘટના બાદ અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

 451 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર