IT વિભાગની મોટી કાર્યવાહી, કમલનાથના ભાણાના 254 કરોડના બેનામી શેર જપ્ત કર્યા

અગસ્તા વેસ્ટલેન્ડ ચોપર કૌભાંડમાં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણેજ અને બિઝનેસમેન રતુલ પુરીની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઇ રહી નથી. મુખ્યમંત્રી કમલનાથના ભાણા રતુલ પુરીને અગસ્તા વેસ્ટલેન્ડ ડીલમાં બંને મધ્યસ્થો પાસેથી રૂપિયા મળ્યા હતા.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણા રતુલ પુરીના રૂ. 254 કરોડ રૂપિયાના બેનામી શેર જપ્ત કરી લીધા છે. આવકવેરા અધિકારીએ જણાવ્યું છે કે, બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન એક્ટ અંતર્ગત રતુલના નામ પર બેનામી શેરને જપ્ત કરવાનો પ્રોવિઝનલ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો.

સૂત્રો મુજબ આવકવેરા વિભાગની દિલ્હી બેનામી વિરોધી પાંખે રતુલ પુરી કંપની જૂથ સંબંધિત નોન ક્યુમેલિટીવ કંમ્પલસરી કનર્ટિબલ પ્રેફરન્સ શેર્સ તેમજ ઇક્વિટી શેર્સને અસ્થાયી રીતે ટાંચમાં લીધા છે. ઓપ્ટિમી ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સીસીપીએસને એફડીઆઇ રોકાણના રૂપમાં પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ રકમ ઓપ્ટિમા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડમાં એફડીઆઈ રોકાણ દ્વારા મેળવવામાં આવી છે. એક અન્ય કંપની એચઈપીસીએલના નામે તેમણે દરેક પેનલ આયાત કરવા માટે વધારે ચલણ બનાવ્યા અને તેના દ્વારા રૂ. 254 કરોડ બનાવ્યા. આ રતુલની એક શેલ કંપની છે જેનું સંચાલન દુબઈમાં રાજીવ સક્સેના કરતા હતા. તે પણ અગસ્તા વેસ્ટલેન્ડ (હેલિકોપ્ટર) કૌભાંડનો આરોપી છે અને ઈડીની અટકાયતમાં છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી