માયાવતીના ભાઈ પર IT વિભાગની તવાઇ, 400 કરોડની કિંમતનો પ્લોટ જપ્ત કર્યો

આવક વેરા વિભાગે બસપા અધ્યક્ષ માયાવતીના ભાઈ અને બસપાના ઉપાધ્યક્ષ આનંદકુમાર વિરૂદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આઈટી વિભાગે આનંદકુમાર અને તેની પત્નીની 400 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. નોઈડામાં માયાવતીના ભાઈનો 28 હજાર 328 સ્કવેર મીટરનો એક પ્લોટ આવેલો છે. જેની કિંમત આશરે ૪૦૦ કરોડ માનવામાં આવે છે.

આનંદ કુમાર વિરુદ્ધ બેનામી સંપત્તિની માહિતી મળી હતી ત્યારબાદ આવકવેરા વિભાગ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ વિભાગના અનુસાર આનંદકુમારે દિલ્હીના વ્યવસાયી એસ.કે. જૈનના સહકારથી અનેક હજાર કરોડની બેનામી સંપત્તિ એકઠી કરી હતી.

આનંદકુમાર અને તેમના પત્નીની બેનામી સંપત્તીને જપ્ત કરવાના આદેશ 16મી જુલાઈએ આપવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવક વેરા વિભાગ પાસે આનંદ કુમારની અન્ય સંપત્તિની જાણકારી આવક વેરા વિભાગ પાસે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવક વેરા વિભાગ પાસે આનંદ કુમારની અન્ય સંપત્તિની જાણકારી આવક વેરા વિભાગ પાસે છે. જેને આગામી દિવસોમાં જપ્ત કરવામાં આવી શકે છે. ત્યારે આનંદકુમાર સુધી પહોંચેલી તપાસ બસપા અધ્યક્ષ માયાવતી સુધી પણ પહોંચી શકે છે.

એક અહેવાલ મુજબ વર્ષ 2007 થી 2012 વચ્ચે આનંદકુમારની નેટવર્થ 7.5 કરોડ રૂપિયાથી વધીને 1,316 કરોડ રૂપિયા થઈ હતી. આનંદકુમાર પર આરોપ છે કે તેમણે બોગસ કંપનીઓ બનાવી અને અનેક હજાર કરોડની બેનામી સંપત્તિ ભેગી કરી છે. એક એ પણ આરોપ છે કે તેમણે નોટબંધી દરમિયાન આ જ બનાવટી કંપનીઓની માધ્યમથી કરોડો રૂપિયાની બદલી કરી હતી.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી