ચીની મોબાઈલ કંપની Oppo-Xiaomi પર IT વિભાગનો સપાટો

દેશના ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દરોડા

ગુજરાત સહિત દેશભરમાં ચીની મોબાઈલ કંપનીઓ પર એક સાથે આવકવેરા વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બુધવારે સવારે જ આ રેડ શરૂ કરવામાં આવી અને એક સાથે અનેક રાજ્યોમાં સ્થિત કંપનીઓમાં એક સાથે સપાટો બોલાવવામાં આવ્યો છે. અત્યાર સુધી મળેલ જાણકારી અનુસાર દિલ્હી, નોઇડા, ગુરુગ્રામ, મુંબઈ, હૈદરાબાદ, બેંગલોર સહિતનાં શહેરોમાં દરોડા કરીને સર્ચ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે મંગળવારે જ સમાચાર સામે આવ્યા હતા કે નેપાળે ચીનની અનેક કંપનીઓને બ્લેકલિસ્ટ કર્યા છે.

હાલમાં સમાચાર સામે આવ્યા છે કે OPPO, Xiaomi સામે ઈન્કમ ટેક્સ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કંપનીઓના તમામ મોટા અધિકારીઓ, ડાયરેકટરો, CFO જેવા મોટા અધિકારીઓ સામે રેડ કરવામાં આવી રહી છે.

 47 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી