September 19, 2021
September 19, 2021

ગુજરાતમાં આ સ્થળે થયો સાંબેલાની ધારે વરસાદ અને…

ભાદરવો ભરપૂર, આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમા હજું પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં બે વરસાદની સિસ્ટિમ સક્રિય થતા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ તેમજ મધ્ય ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે જ્યારે ભાવનગર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં સારો એવો વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો વળી કેટલાક જગ્યાએ ધોધમાર તો કેટલીક જગ્યાએ સાંબેદાધાર વરસાદ વરસતા અત્રતત્ર સર્વત્ર જળબંબાકાર થઈ ગયો છે ભાદરવા મહિનાની શરૂઆતથી જ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે જાણે વરસાદની મોસમ પૂરજાશમાં ખુલી હોય તેવી લાગી રહ્યું છે.

રાજ્યમાં પડેલા ભારે વરસાદને લઈને અનેક ચેકડેમોમાં નવા નીર આવ્યા છે, નદી,નાળા, ચેકડેમમાં પાણીની આવક થતા ગુજરાત પરથી જળ સંકટનો ખતરો ટળ્યો છે કેમ કે વરસાદ પાંછો ખેંચાતા રાજ્યમાં પીવાના પાણીની તંગી સર્જાઈ એવી સ્થિતિ સર્જાઈ હતી જેને લઈને ખેડૂતો અપાતા સિંચાઈના પાણી માટે પણ રોક લગાવી દેવામાં આવી હતી પરતું આ વખતે સારો એવો વરસાદ પડતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી તો મળ્યો જ છે સાથે ખેડૂતોનો મહામુલો પાક પણ મુરજાતા બચી ગયો છે.

 46 ,  1