સંસદના બજેટ સત્રમાં એવું બન્યું કે….

ચાલું સંબોધન દરમિયાન કરી એવી જાહેરાત કે સૌ કૌઇ ચોકી ગયા…

સંસદમાં બજેટ સત્ર દરમિયાન સામાન્ય રીતે દરેક પક્ષના સંસદ સભ્યો ભાગ લઇને પોતાના પક્ષની નીતિ અનુસાર ટીકા ટીપ્પણી કે તરફેણ કરતા હોય છે. બંગાળમાં ટીએમસી અને સીએમ મમતા બેનર્જીને હરાવવા ભાજપ દ્વારા અત્યારથી પ્રયાસો શરૂ થયા છે. સંસદમાં ટીએમસીના સંસદ સભ્યે કેન્દ્ર સરકારની આલોચના કરવી જોઇએ.

પરંતુ મમતાની પાર્ટીના સિનિયર સંસદ સભ્ય અને મૂળ ગુજરાતી દિનેશ ત્રિવેદી જ્યારે સંસદમાં બોલવા માટે ઉભા થયા ત્યારે ગૃહોમાં હાજર ટીએમસીના અન્ય સાંસદોને એમ જ હતું કે તેઓ પાર્ટી લાઇન પ્રમાણે જે મુદ્દા લખીને આપ્યા છે, તે પ્રમાણે બોલશે. પરંતુ જ્યારે તેમણે બોલવાનું શરૂ કર્યું ત્યારે ટીએમસીના સભ્યોને લાગ્યું કે, દિનેશ ત્રિવેદી પક્ષ પલટો કરવાના મૂડમાં છે…

મમતા બેનર્જીની સાથે વર્ષો સુધી પક્ષામાં રહેનાર દિનેશ ત્રિવેદીએ સંસદમાં ચાલુ સંબોધન વખતે પોતે પોતાન પક્ષામાં ગુંગળામણ અનુભવે છે અને પક્ષમાંથી રાજીનામું આપું છું, તેમ કહીને સંસદના રાજકિય ઇતિહાસમાં એક નવો અને અજીબ પ્રકરણ ઉમેર્યું. કેમ કે આ અગાઉ સંસદમાં કે કોઇ વિધાનસભામાં આવું ક્યારેય પણ બન્યું નથી. તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ તો જશે પરંતું તેમણે સંસદમાં કરેલું સંબોધન સંસદમાં રેકર્ડમાં કાયમી થઇ ગયું છે.

 28 ,  1