September 24, 2020
September 24, 2020

મુંબઈ બ્લાસ્ટના આરોપી હોવાને કારણે સંજય દત્તને અમેરિકામાં સારવાર લેવી મુશ્કેલ..!!!

મુંબઈ બ્લાસ્ટમાં સજા ભોગવી ચુકેલ અપરાધીમાં સામેલ હોવાથી અમેરિકાના નથી વિઝા

અત્યારે સંજય દત્તને લંગ કેન્સર હોવાના સમાચારે બધાંને ઘેરી ચિંતામાં નાખી દિધા છે. દત્તને કેન્સરના સમાચાર પ્રકાશિત થયા બાદ તેના પ્રિયજનો સતત તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકોએ પોસ્ટ કરી સંજય દત્ત જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે. બીજી તરફ સંજય દત્ત સારવાર માટે વિદેશમાં લઇ જવાશે.

કેન્સરની વાત સામે આવ્યા બાદ સતત કહેવામાં આવી રહ્યું છે કે તે સારવા માટે અમેરિકા જઈ શકે છે. પરંતુ એક ખાનગી મીડિયાને મળેલી જાણકારી અનુસાર સંજય દત્ત પાસે અમિરકાના વીઝા જ નથી અને એવામાં સારવાર માટે ત્યાં જવુ તેના માટે મુશ્કેલ છે. જોકે આ ન્યૂઝને નેટ ડાકીયા પુષ્ટિ કરતું નથી. પરંતુ મીડિયાના દાવાને લઈ અહેવાલને રજૂ કરવામાં આવે છે

સંજય દત્ત સારવાર માટે અમેરિકાના મેમોરિયલ સ્લોઆન કેટરિંગ કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે જઈ શકે છે, પરંતુ મુશ્કેલી એ છે કે સંજય દત્ત પાસે અમેરિકાના વીઝા નથી અને તે મુંબઈ બ્લાસ્ટમાં સજા ભોગવી ચુકેલ અપરાધીમાં સામેલ છે.

એવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે મેડિકલ ગ્રાઉન્ડ પર સંજય દત્તને અમેરિકાના વીઝા મળી જાય. પરંતુ અમેરિકાના કડક કાયદાને જોતા જો તેને અમેરિકામાં સારવાર માટે મંજૂરી ન મળે તો તે સારવાર માટે સિંગાપુર પણ જઈ શકે છે, જે તેના માટે બીજો વિકલ્પ છે. જોકે તેને લઈને પરિવાર તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ વિકલ્પ તરીકે સિંગાપુરમાં સારવાર માટે જઈ શકે એવી જાણકારી મળી છે.

જણાવી દઈએ કે 8 ઓગસ્ટે સંજય દત્તને છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે બે દિવસ સંજય હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ ગયો હતો. જ્યાં એક્ટરનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ઘરે આવ્યા બાદ ફરી શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જોકે બાદમાં લંગ કેન્સર હોવાની વાત સામે આવી હતી.

 234 ,  1