September 20, 2021
September 20, 2021

શિક્ષણની ગુણવત્તા સુધરે તે માટે કસોટી લેવી જરૂરી : શિક્ષણમંત્રી

 શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શિક્ષકોના હિતમાં, કસોટી ચાલું જ રહેશે : ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકાર પરિષદ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે કોઈ નવું ના કરે તો અમારે નહીં કરવાનું? જેને પરીક્ષા ના આપવી હોય એ ના આપે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજાવમાં આવી જેમાં આજે મળેલી બેઠક મુદ્દે શિક્ષણ મંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે શિક્ષકો શિક્ષણ સંઘના બંને સંઘ આમને સામને આવી ગયા છે.

શિક્ષક સજ્જતા સર્વેક્ષણના વિરોધને લઈને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે પત્રકાર પરિષદ યોજી હતી અને ઘણી સ્પષ્ટતા કરી હતી. શિક્ષણપ્રધાને કહ્યું કે આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે, ફરજિયાત નથી. ભુપેન્દ્રસિંહે કહ્યું કે બંને શિક્ષક સંઘોની સહમતી આડ જ આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણપ્રધાને કહ્યું કે શિક્ષણ વિભાગના સચિવ અને અધિકારીઓ સાથે 28-29 જુલાઈએ બેઠક કરવામાં આવી હતી જેમાં નિર્ણય લેવામાં આયો કે ફરજિયાત ને બદલે મરજિયાત કરવામાં આવે. બંને શિક્ષક સંઘોની સહમતીથી જ પહેલા 11 ઓગષ્ટને બદલે હવે 24 ઓગષ્ટના રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યુ કે, મંગળવારે શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ કસોટી મંગળવારે લેવામાં આવશે. શિક્ષણમંત્રીએ કહ્યુ કે, બાળકના અને શિક્ષણના હિતમાં શિક્ષણમાં ગુણવત્તાની ચર્ચા થવી જોઈએ. જેને સાંભળતા હોઈએ તેની શિક્ષણ વિભાગે ચિંતા કરી છે અને ધોરણ પ્રમાણે બાળકને લખતા-વાંચતા આવળવું જોઈએ, તેને ધ્યાનમાં રાખીને શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. 

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, 29 જુલાઈએ બંને શિક્ષણ સંઘો સાથે બેઠક કરી હતી. અગ્ર સચિવ વિનોદ રાવ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ મરજીયાત છે. આ નાપાસ કસોટી પણ નથી. તેને માત્ર સર્વેક્ષણ નામ આપવામાં આવ્યું છે. આ નોંધનો ઉલ્લેખ શિક્ષકના કરિયરની સેવાપોથીમાં  ક્યાંય કરવામાં આવશે નહીં. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, બે લાખ 18 હજારથી વધુ શિક્ષકોએ તેની સંમતિ આપી છે, જેને હું અભિનંદન આપુ છું. આ કાર્યક્રમ ગુણવત્તા સુધારવા માટે છે. 

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ કે, આ નવી એજ્યુકેશન પોલિસી અને આખા દેશમાં 2009માં યૂપીએ સરકાર વખતે પોલિસી આવી હતી, જેમાં વિદ્યાર્થી પહેલા ધોરણમાં બેસે અને દસમાં ધોરણમાં નીકળે, તેના કારણે પ્રાથમિક શિક્ષણનો પાયો કાચો રહ્યો છે. આ કાચા રહેલા પાયાને ભરપાય કરવાનો અમારો પ્રયાસ છે. તેમણે કહ્યું કે, બાળકોએ ભવિષ્યના નાગરિક છે અને તે સારૂ શિક્ષણ લઈને આગળ વધે તે સરકાર, શિક્ષક અને સમાજ સૌની ફરજ છે. 

શિક્ષકોના ઉગ્ર વિરોધને પગલે કસોટી મરજીયાત કરવામાં આવી હતી

રાજ્યની સરકારી અને કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક સ્કૂલોની શિક્ષકોની સજ્જતા તપાસી સર્વેક્ષણ કરવા માટે ફરજીયાત કસોટી જાહેર કરવામાં આવી છે. જે અગાઉ 11મી ઓગસ્ટે લેવાનાર હતી પરંતુ શિક્ષકોના ઉગ્ર વિરોધને પગલે કસોટી મરજીયાત કરવામાં આવી હતી અને તારીખ બદલી હવે 24મીએ કરવામા આવી છે. પ્રાથમિક શિક્ષક સંઘે તેમજ શૈક્ષિક સંઘે સહિતના તમામ મંડળોએ આ કસોટીને વિરોધ કર્યો હતો અને શિક્ષક સંઘની સરકાર સાથે આ મુદ્દે કેટલીક મીટિંગો પણ મળી ચુકી છે.

અંતે સરકારે સમજાવતા પ્રાથમિક શિક્ષક સંઘે પરીક્ષા આપવા તૈયારી બતાવી છે પોતાના શિક્ષક સભ્યોને અપીલ કરી છે.જો કે બીજી બાજુ શૈક્ષિક સંઘનો વિરોધ હજુ યથાવત છે અને કોર્પોરેશનની સ્કૂલોના શિક્ષકોમાં પણ સરકાર સામે આ કસોટીને લઈને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાથમિક શિક્ષક સંઘનો દાવો છે કે આ કસોટી માટે 1.90 લાખ જેટલા શિક્ષકોમાંથી 1 લાખથી વધુ શિક્ષકોએ હોલ ટીકિટ ડાઉનલોડ કરી લીધી છે અને હવે સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટરોની પરીક્ષા લેવામા આવનાર નથી. ધો.1 થી 5ના અને ધો.6થી8ના શિક્ષકો તેમજ આચાર્યોની આ પરીક્ષાને લઈને હાલ વિવાદ વકર્યો છે.

 63 ,  1