મુંબઇમાં આખો દિવસ વરસાદ અને રાત્રે 4 માળનું મકાન ધરાશાયી..!

બિલ્ડીંગ તૂટી પડતા 11ના મોત, અનેક ઘાયલ..

મુંબઈગરાઓએ બુધવારનો આખો દિવસ વરસેલા મૂશળધાર વરસાદના કારણે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો અને મોડી રાતે આશરે 11:00 કલાકે માલવાણી વિસ્તારમાં આવેલી 4 માળની ઈમારત અચાનક જ ધરાશયી થતા 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની કરૂણ ઘટનાના ભોગ બન્યા હતા.

મળતી માહિતી મુજબ ,મલાડ વેસ્ટના માલવાણી વિસ્તારમાં આવેલી 4 માળની ઈમારત બુધવારે રાતે 11:00 કલાકે ધસી પડી હતી. ઈમારત ધરાશયી થવાના કારણે 11 લોકોના મોત થયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય 7 લોકોને બીડીબીએ નગર જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈમારત ધરાશયી થઈ તે સમયે કેટલાક બાળકો સહિત અનેક લોકો ઈમારતની અંદર હતા.

વધુમાં ,દુર્ઘટના અંગે જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તે સિવાય સ્થાનિક પોલીસે લોકોની મદદ વડે કાટમાળમાં ફસાયેલા 15 લોકોને બહાર કાઢ્યા હતા. જાણવા મળ્યા મુજબ દુર્ઘટના સમયે ઈમારતમાં આશરે 20 કરતા વધારે લોકો ઉપસ્થિત હતા જેમાં કેટલાક બાળકો પણ હતા.

 52 ,  1