અમદાવાદ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો

ભરશિયાળે માવઠાથી જગતના તાત માથે ચિંતાના વાદળો ઘેરાયા

અમદાવાદમાં પણ મોડી રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અચાનક વરસાદી માહોલ છવાઈ ગયો હતો. આ તરફ ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. કચ્છના રાપર સહિત ખેંગારપર, કુડા ,રામવાવ અને જામપર, સુવઇ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જેના કારણે સામાન્ય ઠંડીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અચાનક વાતાવરણ પલટો આવી જતા અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે 2 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે જ્યારે બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

ગુજરાતમાં ખેડૂતોને પડતા પર પાટુની સ્થિતિ જોવા મળી છે. ભરશિયાળે માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે. ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં માવઠું જોવા મળ્યું છે. આજે પણ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હોવાથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.

ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જીલ્લામાં પણ વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ ઉભી થઇ રહી છે. બનાસકાંઠામાં અંબાજી પંથકમાં પણ વાતાવરણમા પલટો જોવા મળ્યો છે. અહીં પણ વરસાદ વરસતા રસ્તા પર પાણી છવાઈ ગયા છે જ્યારે મોરબી, કચ્છમાં અંજાર-માંડવી, મુન્દ્રા શહેરમાં વરસાદ પડ્યો છે કચ્છમાં હજુ હવામાન વિભાગ 5 દિવસ વરસાદની આગાહી કહેવામાં આવી છે.

 33 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી