આનંદગીરીએ જ અશ્લીલ વીડિયો દ્વારા નરેન્દ્રગીરીને આપી હતી ધમકી

વાયરલ થવાના ડરે મહંતે કરી આત્મહત્યા, CBIને મળ્યા મહત્વના પુરાવા!

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગીરીના (Mahant Narendra Giri) કથિત મૃત્યુના મામલામાં આનંદ ગીરીની ( Anand Giri) મુશ્કેલીઓ વધી ગઈ છે. કારણ કે CBIને હવે એક વીડિયો મળ્યો છે અને જે આ કેસમાં મોટો પુરાવો બની શકે છે. હકીકતમાં, કથિત અશ્લીલ વીડિયો વાયરલ થવાના ડરથી મહંતે આત્મહત્યા કરી લીધી હતી, જે વીડિયોને આનંદ ગીરીએ ત્રણ લોકોને બતાવ્યો હતો.

જે લોકોએ વીડિયો જોયો તેમાં હરિદ્વારના (Haridwar) બે અને પ્રયાગરાજના (Prayagraj) એક વ્યક્તિનો સમાવેશ થાય છે. અખાડા પરિષદના (Akhada Parishad) વર્તમાન પ્રમુખ રવિન્દ્ર પુરી, મહંત નરેન્દ્ર ગીરી અને આનંદ ગીરી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી અને આ દરમિયાન આનંદે મહંત નરેન્દ્ર ગીરીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે મારી પાસે ચમારો એક એવો વીડિયો છે, જે ઈન્ટરનેટ મીડિયા ઉપર જેવો વાયરલ થશે કે તરત જ તમારા પગ નીચેથી જમીન સરકી જશે.

મળતી માહિતી મુજબ, આ ધમકી બાદ નરેન્દ્ર ગીરી એટલો હેરાન પરેશાન થઈ ગયો કે તેણે વારાણસીમાં સંતોષ દાસ ઉર્ફે સતુઆ બાબાને ફોન કર્યો હતો. નરેન્દ્ર ગીરીએ તેમને ફોનમાં કહ્યું કે આનંદ ગીરીએ એક કોમ્પ્યુટરાઈઝ્ડ વીડિયો તૈયાર કર્યો છે, જે વાયરલ થવા જઈ રહ્યો છે.

એવું પણ કહેવામાં આવ્યું હતું કે આનંદે તે વીડિયો હરિદ્વારના બે અને પ્રયાગરાજના એક વ્યક્તિને બતાવ્યો પણ હતો અને ત્યાર બાદ મહંતે તેમના ઘણા શિષ્યો અને નજીકના મિત્રો પાસેથી પણ માહિતી મેળવી લીધી હતી કે શું કમ્પ્યુટરથી છેડછાડ કરીને કોઈ વાંધાજનક વીડિયો બનાવી શકાય છે. આવુ સાંભળીને તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા હતાય. જ્યારે લોકોએ તેમને કહ્યું કે કમ્પ્યુટરથી છેડછાડ કરીને કોઈ વાંધાજનક વીડિયો બનાવી શકાય છે, ત્યારે નરેન્દ્ર ગીરી ખુબ જ આધાતમાં સરી ગયા હતા અને કહ્યું કે તેમની પ્રતિષ્ઠા દાવ પર છે.

હાલમાં સીબીઆઈ આની તપાસ કરી રહી છે અને મહંતના મૃત્યુ કેસની તપાસ દરમિયાન સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ એક ઓડિયો રિકવર કર્યો છે, જેમાં તે સામે આવ્યો છે અને એવું લાગી રહ્યું છે કે મહંત નરેન્દ્ર ગીરીને મે મહિનાથી હેરાન કરવામાં આવી રહ્યા છે. અને તે દબાણમાં હતો. જેના કારણે તેણે આત્મહત્યા કરવી પડી હતી.

તપાસ એજન્સીએ કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટમાં પણ આ તથ્યોનો સમાવેશ કર્યો છે. અત્યાર સુધી, સીબીઆઈ કથિત અશ્લીલ વિડિયોને રિકવર કરવામાં સફળ રહી નથી અને એવું માનવામાં આવે છે કે જો સીબીઆઈને આ વીડિયો મળી જશે તો તેને ચાર્જશીટમાં સામેલ કરવામાં આવશે.

 21 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી