ટેસ્ટ ડેબ્યૂ મેચમાં અય્યરે ફટકારી શાનદાર ફિફ્ટી

મંયક- પુજારા અને રહાણેએ નિરાશ કર્યા બાદ અય્યર-જાડેજાએ બાજી સંભાળી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોક, ટોપ ઓર્ડર ફેલ રહ્યા બાદ ટેસ્ટ મેચમાં ડેબ્યુ કરનારા શ્રેયસ અય્યરે શાનદાર ફિફ્ટી ફટકારતા ટીમ ઈન્ડીયાને મજબૂત સ્થિતિ તરફ લઈ જઈ રહ્યો છે. 79 ઓવર સુધી ઈન્ડિયાએ 239 રન ચાર વિકેટ ગુમાવીને બનાવ્યા છે.

કાઈલ જેમિસને પહેલા સેશનથી આક્રમક બોલિંગ કરી હતી. કીવી બોલરે સૌથી પહેલા 8મી ઓવરમાં મયંક અગ્રવાલને પેવેલિયન ભેગો કરી ટીમ ઈન્ડિયાની પહેલી વિકેટ પાડી હતી.
ત્યારપછી જેમિસને 30મી ઓવરના છેલ્લા બોલ પર શુભમન ગિલને ક્લિન બોલ્ડ કરી આઉટ કર્યો હતો.
ઈન્ડિયન ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે પણ 50મી ઓવરમાં જેમિસનની બોલિંગ દરમિયાન પેવેલિયન ભેગા થતા ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. રહાણે જ્યારે આઉટ થયો ત્યારે ઈન્ડિયાનો સ્કોર 145/4 હતો.

ગિલની ફિફ્ટી, પૂજારા સાથે 61 રનની પાર્ટનરશિપ
મયંક અગ્રવાલના આઉટ થયા પછી શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ ભારતની ઈનિંગ સંભાળી હતી. આ દરમિયાન ગિલે પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી ફિફ્ટી ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્જરી થયા પછી કમબેક કરી રહેલા ગિલને 2 જીવનદાન પણ મળ્યા હતા, પરંતુ તેણે આ તકનો લાભ ઉઠાવી ઈન્ટરનેશનલ ટેસ્ટ ફોર્મેટમાં પોતાની ચોથી ફિફ્ટી ફટકારી હતી. આની સાથે ગિલ અને પુજારા વચ્ચે 61 રનની પાર્ટનરશિપ પણ થઈ હતી.

 99 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી