Breaking News: જેપી નડ્ડા હશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, જેપી નડ્ડા ભાજપના કાર્યકારી અધ્યક્ષ હશે. આ બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ, નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, જેપી નડ્ડા સહિતનાં સભ્યો હાજર રહ્યા હતા.

આ મુદ્દે રાજનાથ સિંહે માહિતી આપતા જણાવ્યું કે, બીજેપીની સંસદીય દળની બેઠકમાં બીજેપીનો કાર્યભાર સંભાળવા માટે સર્વસંમત્તિથી બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાને બનાવવામાં આવ્યા છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ હાજર હતા.

 9 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર