પુત્ર મીજાન સાથે જાવેદ જાફરીએ કર્યો જબરદસ્ત ડાન્સ, Viral Video

અભિનેતા જાવેદ જાફરીના પુત્ર મીજાન સંજય લીલા ભણસાલીની ફિલ્મ મલાલથી બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર પહેલા રિલીઝ થઇ ચૂક્યું છે. ફિલ્મનું ટ્રેલર ખૂબ દમદાર છે. મીજાને આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કર્યો છે.

મલાલ ફિલ્મનું એક સોન્ગ ‘આઇલા રે’ વાયરલ થયું છે અને ખૂબ પોપ્યુલર પણ થઇ રહ્યું છે. ગીતની પોપ્યુલારિટીને જોતા જાવેદ જાફરીએ પુત્ર મીજાન સાથે મળીને આ સોન્ગ પર એપીક ડાન્સ વીડિયો બનાવ્યો છે. આ વીડિયો જબરદસ્ત છે. જેને જોઇને તમારું દિલ ખુશ થઇ જશે.

મીજાને વીડિયો શેર કરતા લખ્યું, કદાચ આ પહેલી વખત મેં પિતા સાથે ડાન્સ કર્યો અને હું બહું ખુશ છું કે અમે આઇલા રે પર ડાન્સ કર્યો. થેન્ક યુ બાબા, આ બેસ્ટ યાદ માટે જેને હું હંમેશા સાચવીને રાખીશ. તમને લોકોને ખૂબ મજા આવવાની છે.

 18 ,  1