September 26, 2022
September 26, 2022

#RathaJatra2019: મોસાળ સરસપુરમાં પ્રસાદ પીરસાયો, મામેરુ કરનારની આંખમાં આંસુ…

આજે અષાઢી બીજ છે. આજના આ પાવન દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યાએ નીકળ્યા છે. મોસાળ સરસપુરમાં ભગવાનને મામેરું ચઢાવવામાં આવ્યું.

આ મામેરામાં સોનાનો ઢોળ ચડાવેલ દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચડાવવામાં આવ્યા છે. આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું કરવાની તક શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળી છે.

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાના ભાગરૂપે ભગવાનના મોસાળ સરસપુરની 18 પોળોમાં રસોડાઓ ધમધમી રહ્યા છે. જેમાં 15 હજારથી વધુ ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. બપોરના 12 વાગ્યા બાદ સરસપુરમાં સૌપ્રથમ ટ્રકો પહોંચી હતી.

ત્યાર બાદ હાથી, અખાડા અને ભજન મંડળીઓ પણ એક બાદ એક પહોંચવા લાગી હતી. જ્યાં બપોરનો પ્રસાદ લેવા માટે શ્રદ્ધાળુઓએ લાઈનો લગાવી હતી. આ જમણવાર માટે 1500 કિલો મોહનથાળથી લઈ 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાનું શાક બનાવવામાં આવ્યા છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી