નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા જગદીશ ઠાકોરનું ખુલ્લુ આમંત્રણ..

નરેશ પટેલ માટે હંમેશા કોંગ્રેસના દ્વાર ખુલ્લા છે – જગદીશ ઠાકોર

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર રાજકોટની મુલાકાતે છે, ત્યારે આજે હાર્દિક પટેલ બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, નરેશ પટેલ માટે કોંગ્રેસના દ્વાર હંમેશા ખુલ્લા છે. તેઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ માટે હંમેશા કોંગ્રેસના દ્વાર ખુલ્લા છે. તેઓને અમે હર હંમેશ આવકાર આપીએ છીએ અને મારા અગાઉના નેતાઓ પણ તેમને હમેશા આવકાર આપ્યો છે.

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022માં યોજાનાર છે ત્યારે નરેશ પટેલને લઈને રાજકારણ ગરમાયેલું જોવા મળે છે ત્યારે નરેશ પટેલને લઈને ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીમાં પણ હલચલ જોવા મળતી હોય છે એવામાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો તેમનું સ્વાગત છે તેવું નિવેદન આપતા ફરી રાજકીય ગલીયોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસની સરકાર આવ્યા બાદ મુખ્યમંત્રી અંગે નિર્ણય કરીશું કોંગ્રેસમાં જોડાવ તો આપનું સ્વાગત છે.

પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની અગાઉ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત થઈ હતી. જેમાં મધ્યસ્થી તરીકે અશોક ગેહલોતની મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં નરેશ પટેલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે નિકટના સંબંધો ધરાવે છે 2017માં પણ તેમને ગુજરાતની સક્રિય રાજનીતિમાં લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ત્યારે અશોક ગેહલોત ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા.

પાટીદાર આગેવાન નરેશ પટેલે અગાઉ રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ખોડલધામ ચિંતા કરે છે.

 15 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી