ગુજરાતના તમામ જાણીતા દેવસ્થાનો ભક્તો માટે ખોલાયા..

51 શક્તિપીઠમાં સ્થાન ધરાવતું અંબાજી મંદિર આશરે દોઢેક મહિના બાદ ફરી એક વખત શ્રદ્ધાળુઓ માટે આજેથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.પવિત્ર યાત્રાધામ અંબાજીમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન ટોકન પણ બુક કરી શકશે. તો આ સાથે જ યાત્રાધામ ટ્રસ્ટ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન થાય અને સામાજીક અંતર જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ સાથે જ અંબાજી મંદિરમાં ખાસ ઢાળવાળો રેમ્પ બનાવાયો છે અને થર્મલ ગનથી ચેકિંગ બાદ શ્રદ્ધાળુઓને મંદિરમાં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. તો શ્રદ્ધાળુઓ માટે દર્શનનો સમય સવારે 7.30 કલાકથી 10.45 વાગ્યા સુધી, ત્યારબાદ બપોરે 12.30થી સાંજના 4.15 વાગ્યા સુધી અને સાંજના 7 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ,કોરોનાની બીજી લહેરની મહામારીને કારણે રાજ્યનાં યાત્રાધામ અને મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રાખવામાં આવ્યા હતા.ત્યારે હવે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણનું પ્રમાણ ઘટતાં આજથી મોટા ભાગનાં મંદિરો ભક્તો માટે ખુલ્લાં મુકાશે. જેમાં સોમનાથ, દ્વારકા, શામળાજી, ચોટીલા અને ડાકોરનો સમાવેશ થાય છે. તેમજ માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર,ભાવનગરનું ખોડીયાર મંદિર, વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર પણ આજથી ભાવિક ભક્તો માટે ખુલશે.

ઉલ્લેખનીય છે કે ,સરકાર દ્વારા કેટલાક કડક નિયમો સાથે મંદિરો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ભક્તો નિયમનો ભંગ ન કરે અને માસ્ક તેમજ સામાજિક અંતરનું પાલન થાય એનું ધ્યાન મંદિર સંચાલકોએ રાખવાનું રહેશે. તમામ મંદિરોમાં 50થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે. સાથે જ જાહેર કાર્યક્રમો પરનો પ્રતિબંધ પણ યથાવત રાખવામાં આવ્યો છે. જો કે મંદિરનાં દ્વાર ફરી ખૂલવાના સમાચારથી ભાવિકોમાં ખુશીની લહેર વ્યાપી છે.

નોંધનીય છે કે ,આ તરફ કચ્છમાં માતાનો મઢ પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકવામાં આનાર છે,11 જૂનથી મંદિરના સંચાલકોએ માતાનો મઢ ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવુ કહેવામાં આવ્યું છે જો કે અહિયા પણ અતિથીગૃહ અને ભોજનશાળા બંધ રહેશે અને કોરોના ગાઈડલાઈ તેમજ નિયમોનું પાલન કરવાનું રહેશે,કોરોના કેસ ઘટના વિશ્વ પ્રસિદ્ધ સાળગપુર મંદીરના દ્વાર પણ ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવનાર છે સાળંગપુર મંદિરમાં ભક્તો હવે 11 જૂનથી દર્શન કરી શકશે તેમા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. કોરોના ગાઈડલાઈન સાથે 11 જૂનથી પાવાગઢનું મહાકાળી મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે મંદિરનો સમય સવારે 6થી સાંજે 7:30 વાગ્યા સુધી રહેશે તે દરમિયાન ભક્તો દર્શન કરી શકશે.

વધુમાં ,વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દ્વાર પણ ભાવિકો માટે ખોલવામાં આવનાર છે મંદિર સંચાલકો અને ટ્રસ્ટે નવી ગાઈડલાઈન સાથે અને કોરોના નિયમો પ્રમાણે દ્વારા ખુલ્લા મુકવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે 11 જૂનથી ભગવાન સોમનાથના મંદિરના દ્વાર પણ ખુ્લ્લા મુકવામાં આવશે.મંદિરનો સમય સવારે 7.30 થી રાત્રિના 8 વાગ્યા સુધી રહેશે તેમજ તમામ ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગાઇડ લાઇનનુ ચુસ્ત પાલન કરવાનું રહેશે જોકે મંદિર પરિસરમાં સવાર, બપોર, સાંજની આરતીમાં ભાવિકોને પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. મંદિરમાં દર્શન માટે ભાવિકોએ ઓન લાઇન કે ઓફ લાઇન પાસ મેળવવા રહેશે.

 58 ,  1