Jai Bhim વર્ષની બની સૌથી લોકપ્રિય ફિલ્મ

Aspirants સૌથી પોપ્યુલર વેબ સીરીઝ, જુઓ લીસ્ટ…

IMDb એ વર્ષ 2021ની તેની સૌથી લોકપ્રિય ભારતીય ફિલ્મો અને વેબસીરીઝની લિસ્ટ જારી કરી છે. ‘જય ભીમ’ અને ‘શેર શાહ’ સૌથી વધુ લોકપ્રિય ફિલ્મોની લિસ્ટમાં ટોપ પર છે, જ્યારે ‘એસ્પિરેંટ્સ’ અને ‘ઢિંઢોરા’ વર્ષની સૌથી લોકપ્રિય સીરીઝની લિસ્ટમાં લીડમાં છે. IMDb પર પેજ વ્યૂના આધારે લિસ્ટ બનાવવામાં આવી છે. આ માટે 1 જાન્યુઆરીથી 29 નવેમ્બરની વચ્ચે રિલીઝ થનારી મૂવી અથવા શો અને સરેરાશ IMDb યુઝર રેટિંગ 6.5 અથવા તેથી વધુ હોવું જરૂરી છે. અમે તમને જણાવી દઈએ કે એમેઝોન પ્રાઇમ વિડિયો પર આ લિસ્ટના ઘણા નામ જાહેર કરવામાં આવ્યા હતા, કારણ કે એમેઝોન IMDbનુ ઓનર છે.

IMDb 2021ની ટોચની 10 ભારતીય મૂવી

જય ભીમ
શેરશાહ
સૂર્યવંશી
માસ્ટર
સરદાર ઉધમ
મીમી
કર્ણન
શિદ્દત
દૃષ્યિમ 2
હસીન દિલરૂબા

IMDb 2021ની ટોચની 10 ભારતીય વેબ સિરીઝ

એસ્પિરેંટ્સ
ધીંડોરા
ધ ફેમિલી મેન
ધ લાસ્ટ અવર
સનફલાવર
કેન્ડી
રે
ગ્રહણ
નવેમ્બર સ્ટોરી
મુંબઈ ડાયરીઝ 26/11

સાઉથ સ્ટાર સુર્યા સ્ટારર, ‘જય ભીમ’ 2 નવેમ્બરના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર ડેબ્યૂ કર્યા પછી વર્ષની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક બની ગઈ છે. આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનીત ‘શેરશાહ’, કારગિલ યુદ્ધના નાયક કેપ્ટન વિક્રમ બત્રાના જીવન પર આધારિત એક વૉર ફિલ્મ જે એમેઝોન પ્રાઇમ વિડિયોની રજૂઆત છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર ડેબ્યૂ કરનાર લિસ્ટમાં ‘શિદ્દત’ એકમાત્ર આઉટલેયર છે. એમેઝોન પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ અને ઝી5 જેવા મોટા પ્લેટફોર્મ્સ પર રિલીઝ થયેલા શોની લિસ્ટમાં એસ્પિરેંટ્સ આગળ છે. ‘એસ્પિરન્ટ્સ’ એ એક TVF ઓરિજિનલ છે જે પ્લેટફોર્મની ઇન-હાઉસ એપ અને તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવી છે. એ જ રીતે આ લિસ્ટમાં બીજા સ્થાને રહેલ ‘ઢીંઢોરા’એ પણ યુટ્યુબ પર ડેબ્યુ કર્યું હતું.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી