September 23, 2021
September 23, 2021

‘જય હો’: ભારતનો લોર્ડ્સમાં યાદગાર વિજય

ઈંગ્લેન્ડને 151 રનથી હરાવી શ્રેણીમાં 1-0થી આગળ

ભારતે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝમાં લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં અંગ્રેજોને 120 રનમાં ઓલઆઉટ કરી 151 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. 7 વર્ષ બાદ ભારતીય ટીમ આ મેદાનમાં મેચ જીતી છે લોર્ડસમાં ભારતની આ ત્રીજી જીત છે. ઈંગ્લેન્ડને બીજી ઈનિંગમાં 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 120 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

બીજી ઈનિંગમાં ભારત તરફથી મહોમ્મહદ સિરાજે 4 અને જસપ્રીત બુહરાહે 3 વિકેટ અને મોહમ્મદ શમીએ 2 વિકેટ લીધી હતી. તો બીજી ઈનિંગમાં મોહમ્મદ શમી અને બુમરાહની 89 રનની અણનમ પાર્ટનરશિપે પણ મેચ જીતવામાં અહેમ ભૂમિકા નિભાવી છે.

પાંચમા દિવસે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી વચ્ચે 89 રનની પાર્ટનરશિપ થઈ. જે 13 વર્ષમાં પ્રથમવાર ભારતીય બેટ્સમેન્સે 9મી વિકેટ માટે SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ,ઓસ્ટ્રેલિયા) દેશોમાં 50+ રનની પાર્ટનરશિપ કરી છે. આની પહેલા વર્ષ 2008માં પર્થ ટેસ્ટમાં 9મી વિકેટ માટે લક્ષ્મણ અને આર.પી. સિંહ વચ્ચે 50+ રનની પાર્ટનરશિપ થઈ હતી.

લોર્ડ્સના મેદાન પર 9મી વિકેટ માટે ભારતીય ટીમની સૌથી વધુ 89 રનની પાર્ટનરશિપનો રેકોર્ડ હવે મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહને નામ થયો છે. આની પહેલા 1982માં કપિલ દેવ અને મદન લાલ વચ્ચે 9મી વિકેટ માટે 66 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.

નોંધનીય છે કે, ભારતે ઈંગ્લેન્ડમાં 64 ટેસ્ટ રમી છે. જેમાંથી ટીમ ઈન્ડિયાએ 8 અને ઈંગ્લેન્ડે 34 મેચ જીતી છે તો વળી 22 ટેસ્ટ ડ્રો રહી હતી. લોર્ડ્સના મેદાનમાં બંને ટીમો વચ્ચે રમાયેલી 19 ટેસ્ટમાં ઈંગ્લેન્ડે 12 અને ઈન્ડિયાએ 3 ટેસ્ટ જીતી છે, જ્યારે 4 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ અગાઉ 2014માં લોર્ડ્સમાં જીત મેળવી હતી.

 13 ,  1