Election-2019: આ બે ઓલમ્પિક ખેલાડી રાજનૈતિક દંગલમાં જોવા મળશે આમને-સામને

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગઈ કાલે મોડી રાત્રે વધુ નવ ઉમેદવારોની એક યાદી જારી કરી છે. તેમાં રાજસ્થાનની છ, મહારાષ્ટ્રની બે અને ગુજરાતની એક સીટ પર નામ નક્કી કરાયાં છે. ચુરૂના સાદુલપુરના ધારાસભ્ય અને ઓલમ્પિયન કૃષ્ણા પુનિયાને જયપુર ગ્રામીણમાંથી ટિકિટ અપાઈ છે.

તેમનો મુકાબલો આ સીટના હાલના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન રાજયવર્ધનસિંહ રાઠોડ સાથે થશે. સિંહે 2004 ઓલમ્પિકમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.કૃષ્ણા પુનિયાએ ૨૦૧૦ની કોમનવેલ્થ ગેમ્સમાં ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં ભાજપના રાજયવર્ધનસિંહ રાઠોડને કોંગ્રેસના ડોકટર સી.પી. જોશીને 3,32,896 વોટથી હરાવ્યા હતા. જયપુર ગ્રામીણ લોકસભામાં 4.5 લાખ જાટ, 3.5 લાખ યાદવ, 3 લાખ બ્રાહ્મણ, 2.5 લાખ વૈશ્ય, 1.5 લાખ રાજપૂત અને 4 લાખ SC-ST વોટ છે.

 82 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી