જેટલીની તબિયત અત્યંત નાજુક !

ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીની તબિયત અત્યંત ગંભીર બની છે. એઇમ્સમાં સારવાર લઈ રહેલાં જેટલીને અત્યાર સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ તબિયત વધુ બગડતાં તેમને ઇસીએમઓ પર રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, બસપા સુપ્રીમો માયાવતી, કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધયા, અભિષેક મનુ સિંઘવી પણ તેમની તબિયત જોવા એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમિત શાહ મોડી રાતે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની તબિયત જોવા એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા.

ઈસીએમઓ એટલે કે એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સીજિનેશન. આ સિસ્ટમની મદદથી દર્દીને કૃત્રિમ ફેફસાની મદદથી સમગ્ર શરીરમાં લોહી પહોંચાડવામાં આવે છે. શરીરની આંતરિક સિસ્ટમ મહદ્અંશે કામ કરતી બંધ થઈ જાય ત્યારે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે.

જેટલીને ગયા શુક્રવારે 9 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એમ્સે તે દિવસે મોડી સાંજે બુલેટિન જાહેર કરીને કહ્યું હતું કે, ડોક્ટર્સની ટીમ જેટલીના સ્વાસ્થય પર નજર રાખી રહ્યા છે અને હાલ તેમની હાલત સ્થિર છે. ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન મોદી અને સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને પણ જેટલીની એમ્સ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી.

 31 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી