ગુજરાતના ‘ચેરાપુંજી’માં પાણી માટે વલખાં મારતા આદિવાસીઓ..

ડાંગમાં ‘જલ સે નલ તક’ માત્ર કાગળો પર જ…

ડાંગ જિલ્લો ગુજરાતનો છેવાળાનો જિલ્લો, ભોળા આદિવાસીઓનો જિલ્લો, કુદરતી સંપદાથી ભરપૂર એક સમયે ગુજરાતનું ચેરાપુજી હતું ડાંગ. ડાંગ વાસીઓએ ડાંગની પ્રકૃતિને સાચવી રાખી પણ ડાંગમાં પાણી પુરવઠા વિભાગે ગુજરાત સરકારની કરોડોની યોજનાઓ લાગતા વળગતા મળતીયાઓને પધરાવી દીધી છે. અને ગરીબ ભોળી આદિવાસી પ્રજા પાણી માટે ઉનાળાની શરુવાતમાં જ કફોડી હાલતમાં મુકાઈ ગઈ છે, પાણી માટે વલખા મારી રહી છે.

ઉંમરલાયક વડીલો હોય કે નાના ભૂલકાઓ એક એક બે બે કિલોમીટર સુધી પીવાનું પાણી લેવા માટે આવવું પડે છે. જે એક સમયે ચેરાપુંજી હતું એની હાલત અત્યારે આવી છે તો ભર ઉનાળામાં પ્રજાની શું હાલત થશે…? અને પાણી પુરવઠા વિભાગ શુ વ્યવસ્થા કરશે એ હવે જોવાનું રહ્યું. અહીં જે કુવામાંથી ડાંગ વાસીઓ પાણી ભરી રહ્યા છે એ કુવાનું પાણી પીવા લાયક નથી, એમા કચરો એટલો છે કે પાણી પીવા માટે ત્યાંના નેતાઓ અને પાણી પૂરવઠાના અધિકારીઓને પીવડાવીએ તો ખબર પડે કે કેવી દયનિય અને કફોડી પરિસ્થિતિમાં ડાંગ વાસીઓ જીવન ગુજરાન ચલાવી રહ્યા છે.

જે પાણી પુરવઠા વિભાગ દેશનું ગૌરવ સરિતા ગાયકવાડને પાણી નહોતું પહોંચાડી શક્યું જે ન્યૂઝમાં આવ્યા પછી કઈ વ્યવસ્થા કરી તો સામાન્ય ડાંગની જનતાની શુ પરિસ્થિતિ હશે એ સમજી શકાય એમ છે.

સરકારની યોજના જલ સે નલ તક માત્ર કાગળિયાઓમાં રહી ગઈ છે, ઠેર ઠેર બોર કરવામાં આવ્યા છે પણ સમયાંતરે રીપેરીંગના અભાવે અને રાજનેતાઓના જીહજૂરીયાઓના ઘરે વધુ બોર ફાળવ્યા હોવાથી બોર પણ નિષ્ક્રિય અને પ્રજા ત્રાહિમામ છે. ઘરે ઘરે નળ તો મુકાય ગયા છે પણ તેમાં પાણી નથી અને કેટલી જગ્યાએ તો નળ છે પણ તેની પાઇપલાઇન માટેનું બધું મટિરિયલ જે ઉપયોગમાં લેવામાં આવ્યું છે જે ખુબજ હલકી કક્ષાનું છે અને સમગ્ર ડાંગમાં વેઠ ઉતારવામાં આવી છે જેનો ભોગ ડાંગ વાસીઓ બની રહ્યા છે અને તંત્ર ભોગમાં રાચી રહ્યું છે

 101 ,  1