બેન્ડવાજા સાથે ભગવાન જગન્નાથની જલયાત્રાનો શુભારંભ – જય રણછોડ

જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથનો જળયાત્રા મહોત્સવ. જળયાત્રાની સાથે જ રથયાત્રાની વિધિવત શરૂઆત થઈ છે. આજે ભગવાન જગન્નાથની આજે 142મી જળયાત્રા નીકળી ચૂકી છે. જમાલપુર મંદિરેથી સવારે 8 વાગ્યે જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી. શ્રૃંગાર કરેલા હાથીઓની સાથે બેન્ડવાજા ભજનમંડળી અને મોટીસંખ્યામાં ધજા પતાકા લઈને શ્રદ્ધાળુઓ જોડાયા છે.

શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચ્યા બાદ ગંગાપૂજન કરવામાં આવશે. ગંગા પૂજન બાદ 108 કળશમાં જળ ભરવામાં આવશે. નિજ મંદિરે આવ્યા બાદ સવારે 10 વાગ્યે વિધિવત મહાજળાભિષેક કરવામાં આવશે. ભગવાનનું ષોડશોપચાર પૂજન થયા બાદ તેઓ પોતાના મોસાળ સરસપુર પ્રયાણ કરશે.

જળયાત્રામાં ગજરાજોનો વિશિષ્ટ શણગાર કરાશે. ગજરાજ પર વિશાળ કળશ મૂકીને પવિત્ર જળ લાવવામાં આવે છે. જે કળામાં જળ લવાશે. તેને પણ કારીગરો સુશોભિત કરશે. જળયાત્રામાં સામેલ થનારા ત્રણેય બળદ ગાડાના સુશોભન માટે ચંદરવા જગન્નાથ પુરીના કારીગરોએ તૈયાર કર્યો છે.

આ જળયાત્રામાં મોટી સંખ્યામાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ ખાસ પ્રસંગે હાજર રહ્યા છે. મોટી સંખ્યામાં ભજન મંડળીઓ જોડાતા, જળયાત્રાના માર્ગ પર અનોખુ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી