થેરેસા મેએ જલિયાવાલા બાગ હત્યાકાંડને ગણાવી શરમજનક દુર્ઘટના

બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડ પર ખેદ વ્યક્ત કર્યો છે. થેરેસા મેનાંઆ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 13 એપ્રીલને જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ પુર્ણ થવા જઇ રહ્યા છે. ત્યારે ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. અને બ્રિટને આ અંગે માફી માંગવી જોઇએ તે માંગ પ્રબળ થઇ રહી છે.

હત્યાકાંડની આ ઘટનાના 100 વર્ષ પૂર્ણ થવા પર બ્રિટિશ સરકારે ઔપચારિક માફી માગવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેના પર હાઉસ ઓફ કોમંસ પરિસરના વેન્ટમિંસ્ટર હોલમાં થયેલી ચર્ચામાં અંદાજે તમામ સાંસદોએ સમર્થન કર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, અમૃતસરમાં 13 એપ્રિલ 1919ના રોજ જલિયાવાલા હત્યાકાંડમાં બ્રિટિશ સૈનિકોએ ખુલ્લેઆમ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ કર્યુ હતું. આ હત્યાકાંડમાં 400થી વધુ પ્રદર્શનકારીઓના મોત થયા હતા. જો કે, ભારતીય અધિકારીઓનો દાવો છે કે, તેમાં 1000થી વધુ લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં બાળકો અને સ્ત્રીઓ પણ સામેલ હતી.

 36 ,  3