અમદાવાદ: જગન્નાથજી મંદિરમાં નીકળી જળયાત્રા, મહાજલાભિષેકથી પાવન થયું પરિસર

અમદાવાદમાં જમાલપુર ખાતે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે ૪ જુલાઈ અષાઢી બીજના દિવસે પારંપરિક રીતરીવાજો સાથે ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા ખૂબ ધામધૂમથી નીકળશે. તે પહેલા આજે એટલે કે જયેષ્ઠ પૂર્ણિમાને દિવસે મંદિર દ્વારા જળયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જળયાત્રા નિમિત્તે હાથીઓને ખાસ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો હતો. યુવાનો દ્વારા અનેક પ્રકારના કરતબ બતાડવામાં આવ્યા હતા. જેના લીધે સમગ્ર યાત્રા ખુબ જ ભવ્ય લાગી રહી હતી.

આ જળયાત્રા જમાલપુર સ્થિત નિજ મંદિરથી સવારે ૮ વાગ્યે નીકળી હતી. અને સાબરમતી નદીના તટ પર પહોંચી હતી. ત્યારબાદ ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. અને ગંગાપૂજન બાદ મહાજલાભિષેકની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આ મહોત્સવમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ,
જગન્નાથજી મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી